________________
- -
- - -
-
+ +
1)
૫૯૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આ ચેતન ભજ તુ અરહનાથને તે પ્રભુ ત્રિભુવનરાયા. “હે! ચૈતન્ય આત્મા ! અત્યાર સુધી પરમાત્માને ભૂલી જઈ તે ગભીર ભૂલ કરી છે. હવે અમારી વાતને ધ્યાનમાં લઈ તારી થએલી ભૂલ સુધારી લે અને પરમાત્માનું ભજન કર, કારણ કે, ભગવાન અરહનાથ ત્રિભુવનના સ્વામી છે. તારે તે એ ત્રિભુવનના સ્વામી અરહનાથની જ મુલાકાત કરવી જોઈએ. તારું અને તેમનું સ્વરૂપ એક જ છે એટલા માટે તારે તેમને જ મળવું જોઈએ. તે પિતે જ પિતાનો કર્તા છે અને બહારના બંધા પદાર્થો તારા સહાયક છે. તું તે એ બધા પદાર્થો પાસેથી કામ લેનાર સ્વામી છે. છતાં તું આ વાતને ભૂલી જઈ સ્વામી હોવા છતાં તે પદાર્થોને વશ થઈ રહ્યો છે અને એ પદાર્થોની-સાધનની સાથે અહીંતહીં ભટકી રહ્યો છે. માટે તું અજ્ઞાનને દૂર કરી જરા જે કે તારાં આ સાધન તેને કઈ બાજુ લઈ જઈ રહ્યાં છે? વાસ્તવમાં તારે કઈ બાજુ જવું જોઈએ અને તારાં આ સંધને તને કઈ બાજુ લઈ જઈ રહ્યાં છે તે તું બરાબર છે. આમ બરાબર જેવાથી જ તું પિતાના સ્વરૂપને સમજી ભવિષ્યની ગતિ માટે દિશા પરિવર્તન કરી શકીશ.” - આત્મા ને આધીન થઈ કેવી રીતે કઈ બાજુ જઈ રહ્યો છે એ બતાવવા માટે પૂર્વાચાર્યોએ એક સુંદર કલ્પના કરી છે. તેમની કલ્પના એવી છે કે, એક રથ છે, તેને ઘોડાઓ જોડવામાં આવેલ છે. ઘેડાઓની લગામ સારથીના હાથમાં છે, તે રથનો માલિક રથમાં બેઠેલ છે અને રથને સારથી ચલાવી રહ્યું છે. જે રથમાં બેઠેલે રથનો માલિક સાવધાન હશે તે તે સારથીને એમ જ કહેશે કે, મારે અમુક જગ્યાએ જવું છે માટે રથને તે બાજુ જ હંકારજે. રથના સ્વામીએ આ પ્રમાણે સાવધાન રહેવું જ જોઈએ. સારથીને પણ એ જ ધર્મ છે કે, રથીની સૂચનાનુસાર રથને ચલાવે અને ઘેડાઓને લગામારા કાબુમાં રાખી યથેષ્ટ સ્થાને રથને લઈ જોય. આ પ્રમાણે જે રથી સાવધાન હશે, જે સારથી રથીની સૂચનાનુસાર રથને ચલાવત હશે, જે લગામઠારા ઘોડાઓને સારથી કાબુમાં રાખો હશે અને ઘેડાએ જે જાતવંત હશે તે તે રથીને યથાસ્થાને લઈ જવામાં કોઈ પ્રકારની મુશ્કેલી આવી શકશે નહિ. આથી વિપરીત જે રથને સ્વામી અસાવધાન હય, જે સારથી સ્વચ્છેદ હોય અને મરજી મુજબ રથને ચલાવતા હોય, જે ઘડાઓની લગામ બરાબર કાબુમાં રાખવામાં આવતી ન હોય અને ઘડાઓ પણ અડીયલ ટટ્ટ હોય છે તે રથ અને તેની સાથે જ સારથી તથા તેનો માલિક યથેષ્ટ સ્થાને પહોંચવાને બદલે રસ્તામાં જ પડી જાય.
આ ઉદાહરણ આત્માને પણ લાગુ પડે છે. આત્મા પણ એક રથી છે કે જે આ શરીરરૂપી રથમાં બેઠેલે છે. ઉપનિષતમાં કહ્યું છે કે – ' . '
आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव च । बुद्धिन्तु सारथिं विद्धि मन: प्रग्रहमेव च ॥ इन्द्रियाणि हयानाहुर्विषयांस्तेषु गोचरान् ।
आत्मेन्द्रियमनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिणः॥ . છે. અર્થાત–હે! બુદ્ધિમાન ! આ શરીર એક રથની સમાન છે. આ શરીરમાં બેઠેલો આત્મા આ શરીરને રથી છે. નિશ્ચયાત્મક બુદ્ધિ-વિવેક એ આ શરીરરૂપી રથને સારથિ છે. મન એ આ શરીરરૂપી રથમાં જડેલા ઘોડાઓની લગામ છે અને ઇન્દ્રિયે આ શરીર