________________
-
૫૭૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
કપડાં પહેરી બીજાની લજજા લૂંટવામાં આવે છે તે કુશીલપણું છે. પૃથ્વી બધાને આધાર આપે છે પણ પૃથ્વીને આધાર લઈ બીજાને આધાર રહિત કરે છે તે કુશીલ છે. જે ભોજનપાણી તમારી ભૂખ-તરસ મટાડે છે તે ભોજન-પાણી ખાઈ-પીને બીજાને ભજન–પાણીથી વંચિત રાખવામાં આવે, બીજાનું ભોજન–પાણી ઝૂંટવી લેવામાં આવે તે એ કુશીલપણું છે. આ પ્રમાણે જે વસ્તુ જે કામને માટે મળી છે તે વસ્તુને-ગેરઉપયોગ કરવો એ કુશીલપણું છે. આ જ પ્રમાણે જે વેશને ઈન્દ્ર પણ નમસ્કાર કરે છે અને જે વેશ સંયમનું પાલન કરવા માટે છે તે વેશને ધારણ કરી વિપરીત કામ કરવું તે પણ કુશીલપણું છે.
અનાથી મુનિ કહે છે કે, “હે ! રાજન ! કુશીલેને તે ત્યાગ કરે જ પણ સાથે સાથે તેમના માર્ગને પણ ત્યાગ કરે; અર્થાત જે કારણે તે કુશીલ કહેવાય છે તે કારણને પણ ત્યાગ કરવો, એ અવગુણોને પણ ત્યાગ કરવો. જોકે, સાધુ અને ગૃહસ્થ બન્નેના માર્ગો જુદા જુદા છે પણ ગૃહસ્થોમાં જે કુશીલને માર્ગ હોય તે ગૃહસ્થોએ છોડવો જોઈએ અને સાધુઓમાં જે કુશીલને માર્ગ હોય તે સાધુઓએ છોડ જોઈએ. હે! રાજન ! જે તું કુશીલેને માર્ગ છેડીશ નહિ તે પછી તે કુશીલેની ધૃણ પણ કરી શકીશ નહિ અને તેમને સંગ પણ છોડી શકીશ નહિ.” ' અનાથી મુનિ કહે છે કે હે ! રાજન ! તું રાજા છે. તે પ્રજાની રક્ષા માટે રાજા થયું છે. જે રાજ થઈને ગરીબના ધન-પ્રાણનું હરણ કરે છે અને ગરીબ પ્રજાને દુઃખ આપે છે તે કુશીલ છે. જે આ પ્રકારને કુશીલ રાજા છે તે ગરીબ પ્રજાની રક્ષાથી વિમુખ થઈ તેમનું ધન હરી લે છે. જે લેકે રાજાને રાજા માને છે અને તેમને નમન કરે છે તે રાજા ઉપર પ્રજાની રક્ષાને ભાર રહે છે. જે રાજા પિતાની આ જવાબદારીને સંભાળતા નથી તે કુશલેના માર્ગ ઉપર છે એમ સમજવું જોઈએ.”
ભવભૂતિ કવિએ રામના મુખે એમ કહેવડાવ્યું છે કે, “હે ! લક્ષ્મણ ! હું નામ જ રાજા નથી, પણ સાચે રાજા છું. મારી ઉપર પ્રજાની રક્ષાને ભાર રહે છે એટલા માટે પ્રજાના હિતને કારણે જે મારે સીતાને ત્યાગ કરવો પડે તે હું સીતાને ત્યાગ પણ કરી શકું છું એટલું જ નહિ પણ પ્રજાના હિત માટે તારા જેવા સાચા ભાઈને પણ ત્યાગ કરવો પડે તે તારે પણ ત્યાગ કરી શકું છું.”
આવા રાજાને કણ ન ચાહે ? અને આવા રાજા હોય તે સ્વરાજ્યને પ્રશ્ન પણ કેમ ઉપસ્થિત થાય ? પણ રાજાએ પિતાની જવાબદારી ભૂલી રહ્યા છે અને કુશીના માર્ગે જઈ રહ્યા છે અને તે જ કારણે સ્વરાજ્ય પણ માંગવામાં આવે છે તથા કાળા વાવટા બતાવી તે રાજાઓને ધિક્કારવામાં પણ આવે છે. - આ તો રાજાઓની વાત થઈ. હવે તમે તમારા વિષે પણ જુઓ કે, તમારા માટે કર્યો કુશીલોને માર્ગ છે કે જે ત્યાજ્ય છે? તમે વિવાહના સમયે કઈ પ્રતિજ્ઞા કરી હતી અને અત્યારે ક્યાં જઈ રહ્યા છે તે જુઓ. શું તમે પિતાની સાથે કે પુત્ર જેવો, માતાની સાથે ગ્ય સંતાન જેવ, ભાઈ-બહેનની સાથે એગ્ય ભાઈ જેવો, સ્ત્રીની સાથે યોગ્ય પતિ જે અને નોકરની સાથે યોગ્ય સ્વામી જેવો વ્યવહાર રાખે છે ? જે નહિ તે શું તમે કુશલેના માર્ગ ઉપર નથી ? તમે ધનવાન બન્યા છે પણ જે ગરીબના ધનથી તમે