________________
વદી ૨].
રાજ કેટચાતુર્માસ :
[ પ૭૯
ધનવાન બન્યા છો તે ગરીબનું તમે ધ્યાન રાખો છો? કલમ-ખડીયાની તમે પૂજા કરે છે, પણ શા માટે ? કલમ-ખડીયાની પૂજા કરી જે કલમ-ખડીયાથી વિપરીત કામ કરવામાં આવે તે શું તે કામ કુશલેના માર્ગ ઉપર ચાલવા જેવું નથી ? તમે ભારતીય છે, આ જ ભારતમાં તમે જન્મ્યા છો, ઉછર્યા છે અને અહીંના જ પરમાણુઓથી તમારું શરીર બન્યું છે. છતાં જો તમે અહીંના ખાન-પાન તથા અહીંની રહેણીકરણીને પસંદ ન કરે. અને તમે વિદેશનાં ખાનપાન તથા રહેણીકરણીને અપનાવી ભારતને કલંક્તિ કરો તે શું એ કુશલેના માર્ગે જવા જેવું કૃત્ય છે કે નહિ ? હવે સાધુઓની વાત કહું છું. સાધુની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે –
___साधयन्ति स्व-परकार्याणि इति साधषः અર્થાત –જે પિતાનું અને બીજાનું કલ્યાણ સાધે છે, તે સાધુ છે. આમ હોવા છતાં જે સાધુઓ સાધુતાથી વિપરીત જઈ કુશલેના માર્ગે ચાલે છે તેઓ બીજા લોકોને સાચે માર્ગ કેવી રીતે બતાવી શકે? એટલા માટે અનાથી મુનિ શ્રેણિક રાજાને કહે છે કે, હે ! રાજન ! તું કુશલેને માર્ગ છોડી દઈ મહાનિર્ચથેના માર્ગે ચાલ.
તમે કહો છો કે, અમે મહાનિર્ઝન્યના ભક્તો છીએ, પણ જેઓ મહાનિ ભગવાન મહાવીરના શિષ્ય હશે તેઓ કુશલેના માર્ગ ઉપર ચાલશે નહિ પણ ભગવાન મહાવીરના માર્ગ ઉપર જ ચાલશે. સુદર્શન ચરિત્ર-૬૪
સુદર્શને નિષ્કામ થઈ વિશ્વાસપૂર્વક પરમાત્માની પ્રાર્થના કરી હતી તે સૂળીનું પણ સિંહાસન થઈ ગયું અને સાથે સાથે અભયાએ કે જેણે અનેક કષ્ટ આપ્યાં હતાં તે પણ વ્યન્તરીના ભાવમાં સુધરી ગઈ
સુલટ ગઈ અભયા વંતરી ભી, પાઈ સમ્યક જ્ઞાન; છુરી છેદને ગઈ પારસો, કનકરૂપ હુઈ જાન. ધન ૧૩૫ હાથ જોડ વંદના કરે છેધન્ય ધર્મ અવતારે;
ખમે ખમે અપરાધ હમારા, કે દુર્ભાગન નાર. ધન ૧૩૬ અભયા વ્યન્તરી હાથ જોડી સુદર્શન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે, “હે ! પ્રભો ! મને ક્ષમા કરે. હું આપના શરણે આવી છું.” સંસારમાં હાથ તો જોડવામાં આવે છે પરંતુ જે વિરોધ રાખે છે તેના હાથ જોડવા કેઈ જુદા જ પ્રકારના હોય છે. જેમકે રાણા પ્રતાપને માટે એમ કહેવામાં આવે છે કે, અકબરે તેને કહેવડાવ્યું હતું કે, “જો તે મને નમસ્કાર કરતે હેય તે હું મારા રાજ્યને દ્રો ભાગ આપવાને માટે તૈયાર છું. આમ કહેવડાવ્યા છતાં રાણાએ માથે ન નમાવ્યું. આ પ્રમાણે વિરોધીઓની સામે માથું નમાવવું બહુ જ મુશ્કેલ હોય છે. અભયા પહેલાં તો ક્ષત્રિયાણી હતી અને વન્તરી હેવાથી તે આસુરી શક્તિવાળી હતી એટલે તે સુદર્શન ભગવાનની આગળ માથું નમાવે એવી ક્યાં હતી? પણ તે પણ સુદર્શન ભગવાનને હાથ જોડી નમસ્કાર કરવા લાગી. આ બધે તેમની અદશ્ય શક્તિને જ પ્રતાપ હતા.