________________
''
1'
છે
-
૫૪૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આ
વેશ્યાને પણ ચૈત્યરૂપ માનતા હશે. એવા લેકની વાત જ જુદી છે પણ તમે મુનિઓને કે પરમાત્માને સંસારની ભાવનામાં ઘસેડે નહિ. જે પ્રમાણે ભમરે પુલની તરફ જ દોડે છે, બીજી બાજુ દેડતો નથી. તે જ પ્રમાણે તમે પણ પરમાત્માની તરફ જ દેડે, આડી અવળી બાજુ દેડે નહિ.
' જે “અહંપદ” કે “તત્વમસિ” દ્વારા આત્માને જાગ્રત કરે છે અને એમ વિચારે છે કે, હું જ પરમાત્મા છું- જે હું ઉપાધિઓને મટાડી દઉં તે પરમાત્મા અને મારામાં કાંઈ અંતર ન રહે આ પ્રમાણે વિચાર કરી જે આગળ વધતું જાય છે તે આત્મા અવશ્ય પરમાત્મામય બની જાય છે. અનાથી મુનિને અધિકાર–૬૦
અનાથી મુનિ પણ આ જ વાત કહે કે, આત્મા જે પિતાના સ્વરૂપમાં લીન થઈ અતર્મુખી બની જાય તો તે સનાથ બની જાય. કેટલાક લેકે આત્માના નાથ બનવા માટે તૈયાર તે થઈ જાય છે પણ પાછા સંસારની ભાવનાને કારણે પતિત થઈ જાય છે જે ભમરે પુષ્પની સુગંધ જ લે પણ જે તેના ઉપર અધિક મુગ્ધ બની ન જાય તે તે, તે સુગંધને લાભ લઈ શકે છે પણ જે તે પુલ ઉપર અધિક મુગ્ધ બની જાય તે કઈ વખતે તે કમલના” બીડાવાના સાથે પિતે પણ અંદર બીડાઈ જાય છે અને કોઈ વખતે. તે હાથીના મુખમાં પણ કમલની સાથે ચાલ્યો જાય છે. આ જ પ્રમાણે જે સાધુ જે ભાવનાથી સાધુ થયો છે તે જ ભાવના ઉપર સ્થિર રહે છે તે તે આત્માનું કલ્યાણ કરી શકે છે પણ કોઈ કઈ સાધુ પિતાની મૂળ ઉચ્ચ ભાવનાને ભૂલી જાય છે અને ઉદેશિક, કિતકૃત આદિ અકલ્પનીય આહાર પણ ખાવા લાગે છે અને પિતાની આ ખરાબીને છુપાવવા માટે આધ્યાત્મિક્તાનું પણ નામ લે છે. આ પ્રમાણે તેઓ પાછા સંસારભાવનામાં ફસાઈ જઈ અનાથ બની જાય છે. ...न तं अरी कंठछेत्ता करेइ, जं से करे अप्पणिया दुरप्पया।
से नाहिइ मचुमुहं तु पत्ते, पच्छाणुतावेण दयाविहूणो ॥ ४८ ॥ જે પ્રમાણે કમલ ઉપર મુગ્ધ થઈ જવાથી ભમરે હાથીના મુખને ગ્રાસ બની જાય છે. આ તેની પિતાની જ ભૂલ છે. આ જ પ્રમાણે આત્મા પોતાની ભૂલથી જ પિતાનું એવું અહિત કરે છે. જેવું અહિત શિરોચ્છેદ કરનાર વૈરી પણ કરતા નથી.
દુનિયામાં શિરચ્છેદ કરનાર મે વૈરી માનવામાં આવે છે પણ અનાથી મુનિ કહે છે કે, પોતાને જ આત્મા જેવું અહિત પિતાનું કરી બેસે છે તેવું અહિત શિરચ્છેદ કરનાર દુશ્મન પણ કરી શકતું નથી. કંઠને છેદ કરનાર દુશ્મન તે તે જ શરીરને નષ્ટ કરે છે કે જે શરીર કઈ દિવસે નષ્ટ થવાનું જ હતું. પરંતુ તે વૈરી નરક કે નિગોદમાં આ આત્માને મોકલવાને સમર્થ નથી. બકિ એ દુશ્મન જ્યારે કંઠને છેદત હોય ત્યારે તેના ઉપર ક્રોધ કરવામાં ન આવે તે તે વૈરી સુગતિ અપાવવામાં સહાયક પણ બની શકે છે. આ પ્રમાણે ગળુ કાપનાર વૈરી એવી હાનિ કરતો નથી, જેવી હાનિ પિતાને દુરાત્મા કરે છે.