________________
૫૩૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો ખાઈ જાય છે. રસમૃદ્ધિને એવા અકલ્પનીય આહારને પણ છેડતા નથી. આવા અસાધુ લેકને માછલી કરતાં પણ વધારે અજ્ઞાની કહી શકાય. - ભગવાને દૂષિત-અકલ્પનીય વસ્ત્ર, પાત્ર, આહાર, મકાન વગેરે લેવાનો નિષેધ કર્યો છે. ભગવાને આ પ્રમાણે નિષેધ કરી શું સાધુઓને અંતરાય આપી છે ? અન્તરાય આપી નથી, પરંતુ તેમણે સાધુઓના કલ્યાણ માટે જ એમ કર્યું છે. આમ હોવા છતાં જે લેકે એમ કહે છે કે, એમાં શું છે! સાધુઓને કલ્પ–અકલ્પ જોવાની શી જરૂર છે? જેમણે બનાવ્યું હશે તે જ દોષી બનશે ! આ પ્રમાણે જે કહે છે તેઓ ભૂલ કરે છે. જે અકલ્પનીય વસ્તુ લેવામાં દેષ લાગતો ન હોય તે ભગવાન કદાપિ એને નિષેધ કરત નહિ. સાધુઓએ હિંસા કરવી, કરાવવી અને અનુમોદવી એ ત્રણેય વાતને ત્યાગ કર્યો છે. સાંધુઓને જ્યારે આ પ્રકારને આહાર લેવામાં દોષ લાગતો ન હોત તે સાધુઓ હાથથી આહાર કેમ બનાવત નહિ ! હાથે રસંઈ બનાવવામાં તે હિંસા થાય છે એમ કહેવામાં આવે છે, અને બધાં આસ્તિક દર્શને પણ આમ જ કહે છે કે રસોઈ બનાવવામાં હિંસા થાય છે; પણ જયારે હાથથી રસોઈ કરવામાં હિંસા થાય છે તે શું તમારા માટે બીજા લેકો કરે છે એમાં હિંસા થતી નથી? પાતંજલિ યોગદર્શનમાં સાધુઓ માટે હિંસા કરવી, કરાવવી અને અનુમોદવી એ ત્રણેયને ત્યાગ કરવાનું બતાવવામાં આવ્યું છે. એવી દશામાં પિતે હિંસા ન કરે અને બીજાની પાસે કરાવે તે શું પાપ નહિ થાય ? કદાચ કેઈ ઉદ્દેશિક આહાર માટે એમ કહે કે, અમે આહાર બનાવ્યું નથી અને બીજાઓની પાસે પણ બનાવ્યો નથી; પણ જે આહાર તમને ઉદ્દેશીને બનાવવામાં આવ્યો છે અને જે આહારને તમે લીધો છે તે આહાર બનાવવાની હિંસાનું અનુમોદન સાધુને નહિ લાગે ? જે હિંસાનું અનુમોદન લાગે તે પછી અહિંસા મહાવ્રત કે જેમાં હિંસા કરવી-કરાવવી કે અનુમોદવી એ ત્રણેયનો ત્યાગ કર્યો છે તે અરિસા મહાવ્રતનું પૂરું પાલન કયાં થયું ? એથી અહિંસા મહાવ્રતને દૂષણ લાગે છે. એટલા જ માટે સાધુઓને કરવું, કરાવવું અને અનુમોદવાને નિષેધ કરવામાં આવ્યો છે અને એ જ કારણે ઉદ્દેશિક આહાર લેવાને પણ નિષેધ કરવામાં આવ્યો છે.
હવે દતકૃત અથોત સીધી વેચાતી લીધેલી ચીજ લેવાના વિષે જોવાનું છે. કોઈ કહે કે, મુનિએ કર્યું પણ નથી, કરાવ્યું પણ નથી, અને અનુમોદયું પણ નથી તેમ ખરીદયું પણ નથી; પરંતુ મુનિને માટે ખરીદી લાવવામાં આવ્યું છે તેમાં શું વાંધે છે? આના ઉત્તરમાં શાસ્ત્ર કહે છે કે, મુનિઓએ એવો આહાર વગેરે પણ ન લે કારણ કે બનાવનારે પૈસાને માટે બનાવેલ છે અને સાધુને માટે પૈસા આપી ખરીદવામાં આવે તે એના બનાવવામાં સાધુને પણ ભાગ થશે. રેલ્વે તમારા માટે ચાલતી નથી પણ પૈસાને માટે ચાલે છે; પણ જ્યારે પૈસા આપીને બેઠા ત્યારે તેના પાપમાં ભાગીદાર બન્યા કે નહિ ?
લોકો સીધી સાદી ચીજ કહીને ન લેવા યોગ્ય ચીજોને પણ અપનાવી લે છે. પરંતુ જે સામાન્ય વસ્તુમાં પાપ ન હેત, અને જો તે વસ્તુ લેવામાં પાપ ન હતા તે ભગવાન સાધુને માટે આ પ્રમાણે નિષેધ ન કરત. બીજા લેકે સામાન્ય વસ્તુના ભુલાવવામાં પડી જાય છે તે વાત જુદી છે, પરંતુ જેન થઈને તમે સીધી સાદી ચીજના ભુલાવવામાં પડી ગયા તે એ ઘણું આશ્ચર્યની વાત કહેવાય?