________________
શુદી ૨]
રાજકેટ-ચાતુર્માસ
[ ૫૩૩
કદાચ કેઈ એમ કહે કે, અમે પરંપરાથી એમ જ કરતા આવ્યા છીએ. પણ કઈ પેઢી દર પેઢીથી રેગ ચાલ્યો આવતા હોય તે શું તે રોગ દૂર કરી ન શકાય? પણ ભારતના લકે સીધી સાદી વસ્તુના લેભમાં એવા પડી ગયા છે કે કેટલાક લોકે એમ કહે છે કે, જે અશુચિને સારી રીતે પેક કરી સુંદર શીશીમાં ભારતીયોને આપવામાં આવે તે ભારતી એ ચીજને પણ ખાઈ જાય. જે ચીજની બનાવટમાં તમે સાક્ષીભૂત નથી એ ચીજને ખાઈ જવી એ અજાણીતી વસ્તુને ખાવા સમાન છે, અને અજાણીતી વસ્તુને ખાવી તેની મના છે.
મતલબ કે, ઉદ્દેશિક હોય કે ખરીદેલું હોય એ બન્નેય સમાન છે. કદાચ કોઈ એમ કહે કે, જે ઉદ્દેશિક કે ખરીદેલી ચીજ લેવામાં ન આવે પણ નિત્ય આમંત્રિત થઈ આહારપાણી લેવામાં આવે તે શું વાંધો છે? આના ઉત્તરમાં શાસ્ત્ર કહે છે કે, નિત્ય પિંડ લેવું એ પણ સાધુઓને માટે પાપ છે. નિત્યપિંડ લેવું એ અહિંસાની ઘાત કરવા બરાબર છે. એ તે તમે જાણો છો કે, કેઈ માણસ તમારે ત્યાં આવે અને ભોજન કરવાને સ્વીકાર કરે ત્યારે જ તમે તેને માટે ભેજન બનાવે છે પણ જો કોઈ માણસ પહેલાંથી જ ભેજન કરવાની ના પાડે તે તમે તેને માટે ભેજન શા માટે બનાવો ! આ જ પ્રમાણે જે સાધુ હમેશાં આવે કે તમારું આમંત્રણ હમેશાં સ્વીકારે તે તેમના માટે ભોજન બને પણ જે તેઓ પહેલેથી જ એમ કહી દે કે, અમે રેજરેજ આવી શકીએ નહિ. અમને રેજરાજ એક જગ્યાએથી ભેજન લેવું કલ્પતું નથી તે પછી ગૃહસ્થ સાધુઓ માટે શા માટે બનાવે ? એટલા જ માટે સાધુઓ પહેલેથી જ કેઈને ત્યાં ભિક્ષા માટે જવાને કાંઈ નિયમ રાખતા નથી. અમુક દિસે અમુક જગ્યાએ જવું અથવા બીજે ત્રીજે કે ચોથે દિવસે ભિક્ષા લેવા માટે નિયમિત જવાથી પણ આજે સાધુ આવશે એમ માલુમ પડી જાય છે. એ ારણે સાધુને ઉદ્દેશિક, નિત્યપિંડ આદિનું પાપ લાગી જાય છે. જો સાધુ ક્યારે, કયે દિવસે ભિક્ષા માટે આવશે એ વાતની ખબર જ પાડવા ન દે તે જ આ પાપથી બચી શકાય છે.
કદાચ કેઈ કહે કે, સાધુઓને માટે આહારપાણે, મકાન વગેરે બનાવવામાં આવતાં ન હેય પણ પાત્રો તે ગૃહસ્થો વાપરતા નથી. તે તે સાધુઓના જ કામમાં આવે છે. એટલા માટે પાત્રો લેવામાં તે સાધુઓને દોષ લાગે છે કે નહિ ? પરંતુ આના માટે પહેલાં એ જુઓ કે, પાત્ર બનાવનારે પાત્રો શા માટે બનાવ્યાં છે? લેકેએ પૈસાના માટે જ પાત્રો બનાવ્યાં છે અને સાધુઓ પાસે પૈસા તે હેતા નથી. જે સાધુ પૈસા આપી પાત્રો ખરીદે તે તે તેમને દોષ લાગે, અથવા સાધુઓને માટે પૈસા આપી પાત્રો ખરીદવામાં આવે તે તે તેમને દેષ લાગે પરંતુ વૈરાગીને માટે પાત્રો લાવવામાં આવ્યા, અને તેમાંથી બચેલા પાત્રો સાધુઓએ પણ લીધાં તે એમાં સાધુઓને કાંઈ દોષ લાગી શકે નહિ.
અનાથી મુનિ કહે છે કે, હે ! રાજન ! જે કુશીલ સાધુ હોય છે તે આહારદિના દોષને વિચાર છોડી દે છે. જે પ્રમાણે અગ્નિ સર્વભક્ષી છે અર્થાત અગ્નિમાં જે કાંઈ નાંખવામાં આવે છે તેને અગ્નિ ખાઈ જાય છે તે જ પ્રમાણે તે કુશીલ ભિક્ષુ પણ સર્વભક્ષી બની જાય છે, તે કલ્પ-અકલ્પને કાંઈ વિચાર કરતા નથી અને જે કઈ કલ્પ–અકલ્પના વિષે કાંઈ કહે છે તે તેને ઊલટું સમજાવી દે છે. આ કુશીલ માણસ ભલે થોડા દિવસ સુધી આનંદ માને પણ આખરે તે કુટું પાપફલને પામે છે.