________________
-,
*
*
+
-1-1
૫૦૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા છે. આ જ પ્રમાણે ઉપરથી તે ધર્મને ઉપદેશ આપે અને અંદરથી વિષયની વાસના રાખે તે આ પણ જીવિત રહેવું અને તે માટે કાલકૂટ વિષનું પાન કરવા સમાન છે.
અનાથી મુનિ આ વિષે એક બીજું ઉદાહરણ આપે છે. માને કે, એક માણસ શત્રુને ચાહવા માટે ઘરમાંથી તલવાર લઈને નીકળ્યો. પણ તેને તલવારને ઊલટી પકડી છે અર્થાત્ તલવારને મુડની બાજુથી ન પકડતાં અણીની બાજુથી પડી છે. આ પ્રમાણે શસ્ત્રને પકડી જનાર માણસ મારા જેવામાં આવે તે તમે તેને કેવો કહેશે ? એમ જ કહેશે કે આ કે મૂર્ખ છે! આ શત્રુઓને મારવા જાય છે કે પોતાને જ મારવા જાય છે?
જે પ્રમાણે જીવિત રહેવાની ઈચ્છા હોવા છતાં કાલકૂટ વિષનું પાન કરનાર અને શત્રુને મારવા નીકળ્યા હોવા છતાં ઊલટું શસ્ત્ર પકડનાર પિતાના જ મૃત્યુનું કારણ બને છે, તે જ પ્રમાણે જે વિષયલાલસાનું પિષણ કરવા માટે જ ધર્મનો ટૅગ કરે છે તે પણ પિતાનું જ અહિત કરે છે.
અનાથી મુનિ આ વિષે ત્રીજું ઉદાહરણ આપે છે. તે ઉદાહરણ તે સમયની સ્થિતિનું તથા તે વખતના લેકમાં ફેલાએલા ભ્રમનું દ્યોતક છે. અનાથી મુનિ કહે છે કે, જેમ કેઈ માણસ બીજાથું ભૂત કાઢવા માટે તે જાય છે પરંતુ તે પિતાનું રક્ષણ કરતું નથી એટલે છે ભૂમિ જેને જ ખાઈ જાય છે. આ જ પ્રમાણે જે બીજાઓને તે અહિંસા, ક્ષમા વગેરેને ઉપદેશ આપે છે પરંતુ જે પોતે અહિંસાદિને સ્વીકાર કરીને પણ અહિંસા-ક્ષમાં આદિનું પાલી જર નથી તેની પણ તેવી જ ગતિ થાય છે. અર્થાત ઉપરના ઉદાહરણેમાં કહેવામાં આવેલા ત્રણ માસે, પિતાની ઈચ્છા બીજી જ હોવા છતાં વિપરીત કામ કરે છે તે જ પ્રમાણે સંયમ લઈને જે સંયમનું પાલન કરતા નથી પણ તેની દ્વારા આજીવિકા ચલ્લાવે છે, તે પણ વિપરીત કામ કરે છે.
આ દુનિયામાં પિતાનું કલ્યાણ કેણ ચાહતું નથી ? બધા પિતાનું કલ્યાણ ચાહે છે પણું ઘણું લેકે એવા હોય છે કે જેઓ કલ્યાણ ચાહતા છતાં પણ કલ્યાણકારી કામો કરતાં નથી. આવા લેકે તરફ શાસ્ત્રકાર પિતાની અપ્રસન્નતા પ્રગટ કરે છે. કોઈ માણસ જીવિત રહેવાની ઇચ્છા તે રાખે છે પણ જે ઝેર પીતે હોય અને બીજો માણસ આ ઝેર છે માટે એને છોડી દે અને એને બદલે આ દૂધ પી એમ કહે છતાં પેલો માણસ ઝેર પીવાને કદાગ્રહ કરે તો એને કે કહે ! આ જ પ્રમાણે જે સાધુતાના નામે વિપરીત માગે ચાલતું હોય તેને કઈ એમ કહે કે, તમે ધર્મને સારો માનો છો, ‘પણ તમે ઊલટે માર્ગે જઈ રહ્યા છો !' આમ કહેવા છતાં જે તે વિપરીત માર્ગ છોડે નહિ અને અમે ગમે તે કરીએ તેમાં તમારે વચમાં પડવાની શી જરૂર છે એમ કહે તે એવા લોકોને માટે એમ જ કહેવામાં આવશે કે, એ લેક મેહમાં પડ્યા છે. કદાચિત્ ભૂલ બતાવનાર બ્રમમાં હોય અને ભ્રમને કારણે તેનાથી ખેટું કહેવાયું હોય તે પણ જે મેડમાં પડેલે નથી તેને ક્રોધ આવશે નહિ, પણ તે નમ્રતાથી સમજાવશે કે, તમે ભૂલ કરી રહ્યા છે, પણ જે સમજાવવાને બદલે ક્રોધ જ કરે છે તેને માટે એમ સમજવું કે તે પોતાનો માર્ગ ભૂલ્ય છે.
નાસિરૂદિન મહમદ નામનો એક બાદશાડ થયો છે. તે જો કે ગુલામ ખાનદાનને હતો પણ કહેવામા આવે છે કે તે ઉદાર દિલને હ. તે એક સારે લેખક હતું અને તેના અક્ષરે