________________
વદ ૧૪ ]
રાજ કાટ–ચાતુર્માસ
[૫૭
બનાવી આપે પણ શુ જેવી આંખ આ શરીરમાં છે તેવી બનાવી આપશે ખરા? જો નહિ તા પછી એને જરા વિચાર કરે કે, જેમણે આ આંખ, કાન, નાક વગેરે શરીરનાં અવય અનાવ્યાં છે તે બનાવનાર કેવા કારીગર હશે ? સ્ત્રીને જોઈ તેની સુંદરતાની તેા પ્રશંસા કરવા લાગે છે પણ આ સુંદર શરીર કાણે બનાવ્યું છે તેને વિચાર કરતા નથી.
જયાં કંચન તિહું કાલ કહી જે, ભૂષણ નામ અનેક રે પ્રાણી; ત્યાં જગજીવ ચરાચર જોનિ, હું ચેતન ગુણુ એક રે પ્રાણી.
જેમ સાનાને ઘાટ જોઈ લેાકા સાનાને ભૂલી જાય છે તેમ લેાકેા ઉપરની વાતા જોઈ સાંભળી આત્માને પણ ભૂલી જાય છે. આ જ મેાટી ભૂલ છે.
કોઈ એમ કહે કે, આત્માને ભૂલી જવાની ભૂલ કાણુ કરે ? પણ આ વાત કાઈ ખીજા ઉપર ન ધટાવતાં પહેલાં અમારી ઉપર જ ઘટાવું છું: કારણ કે સાધુએ ઉપર વધારે જવાબદારી છે. અને એટલા જ માટે આત્મા પેાતાને કેવી રીતે ભૂલી રહ્યો છે એ વાત સાધુએ ઉપર જ નાથી મુનિ પણ ઘટાવી રહ્યા છે. જે આત્માને જાણે છે તેણે પોતાનાં મૃત્યા જોવાં જ જોઈએ. હું શું કરું છું તેને વિચાર આત્મશેાધકને આવવા જ જોઈએ. ક્રિયાથી અરુચિ કે પાસસ્થાપણું આવવાથી જ આજે જૈનધમ અવનત થઈ રહ્યો છે. માતા કે, તમારા બી. એ. પાસ થયેલ પુત્ર પરસ્ત્રીને માટે ગલીઓમાં ભટકતા ફરે તે તેને તમે શું કહેશે? એ જ કે, હાય ! આ છેકરા કેવા છે ? આ પ્રમાણે જ્ઞાનીએ કેવલ વિદ્યાને જ મહત્ત્વ આપતા નથી પણ તેની સાથે ક્રિયાને પણ જુએ છે અને ક્રિયાયુક્ત વિદ્યાને જ પ્રશસ્ત ગણે છે. આ પ્રમાણે સાધુઓને માટે પણ કેવલ જ્ઞાનની જ આવશ્યકતા નથી, પણ ક્રિયાની પણુ
આવશ્યકતા છે.
અનાથી મુનિના અધિકાર—૫૬
અનાથી મુનિએ રાજા શ્રેણિકની સામે જે ઉદ્ગારા કાઢયા અને ગણધર એ આપણા હિત માટે જે ઉગારાને શાસ્ત્રમાં ગુંથીને રાખ્યા છે એ ઉગારાને સાંભળીને તમે પણુ આત્માને પવિત્ર બનાવેા. અનાથી મુનિએ જે કાંઈ કહ્યું છે તે મુનિ ઉપર કહ્યું છે પણ મુનિના સાક્ષીરૂપ તા તમે પણ છે. અનાથી મુનિએ રાજા શ્રેણિકને સાક્ષી બનાવ્યા હતા એટલા માટે તમે સાક્ષીદાર છે પણ કેટલાક લેાકેા લાલચ લઈ તે પણ સાક્ષી આપવા તૈયાર થઈ જાય છે. તમે એવા સાક્ષીદાર ન બને પણ સાચા સાક્ષીદાર બને તે તેમાં મુનિએનું પણ કલ્યાણુ છે અને સાથે તમારું પણ કલ્યાણુ છે.
वीसं तु पीयं जह - कालकूड, हणाइ सत्थं जह कुग्गहीयं ।
सो व धम्म विसओ वनो, हणाइ वेयाल इवाविवन्नो || ४४||
આ ગાથામાં માર્મિક ઉપદેશ આપવામાં આવ્યા છે. અનાથી મુનિ કહે છે કે, જે અનાથતામાંથી નીકળી સનાથ થવા માટે તૈયાર થયેા છે અને જેણે ધર્મના આધાર લીધા છે છતાં પણ જો તેની વિષયની લાલસા છૂટી નથી પણ વિષયની લાલસાથી જ ધર્માંતે ધારણ કર્યાં છે તે તે જીવનેચ્છુક-જીવવાને ચાહનાર, કાલકૂટ વિષનું પાન કરે એના જેવું કરે છે. જીવિત રહેવા તે ચાહે છે, અને તે માટે તે કાલકૂટ વિષનું પાન કરે છે. આ બન્ને વિરાધી વાતે