________________
૫૦૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા તમે લકે પણ સુદર્શનની દયા અને નમ્રતાને અપનાવી મહાજન બને, કાયર નહિ. મહાજનના માર્ગે ચાલવા માટે અમને સાધુઓ માટે એમ કહેવામાં આવ્યું છે કે –
महाजनो येन गतः स पन्थाः - આ પ્રમાણે મહાજનના માર્ગે ચાલવાનું અમને પણ કહેવા આવ્યું છે. એટલા માટે કાયરતાને ત્યાગ કરી નમ્રતા અને દયાને ધારણ કરે છે તેમાં કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૧૪ બુધવાર
=
=
પ્રાર્થના ધન-ધન જનક સિદ્ધારથ', ધન ‘ત્રિશલા” દે માત રે પ્રાણી; જ્યાં સુત જા ને ગેદ ખિલાયે, “બદ્ધમાન” વિખ્યાત રે પ્રાણી.
શ્રી મહાવીર નમે વરનાણી. ૧
–વિનયચંદ્રજી કુંભટ વીશી
શા મહાવીર ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માને પ્રાપ્ત કરવાને સરલ માર્ગ તેમની પ્રાર્થના કરવી એ છે. આ માર્ગ સરલ છે અને બધા મનુષ્યને માટે ગ્રાહ્ય પણ છે છતાં લેકે આ રાજમાર્ગને છોડી ઊલટે માર્ગ જાય છે. લેકેને ઉન્માર્ગે જતાં અટકાવી સન્માર્ગ ઉપર લાવવા માટે જ જ્ઞાનીજને ઉપદેશ આપ્યા કરે છે.
વાસ્તવમાં ભગવાન મહાવીરની પ્રાર્થના એ આત્માની જ પ્રાર્થના છે પણ લેકે આત્માને જ ભૂલી બેઠા છે ! આત્માને જાણવા છતાં પણ તેને ભૂલી રહ્યા છે એટલા માટે લેઓએ સાવધાન થઈ “હે ! આત્મા! તને આ મનુષ્યજન્મ મળ્યો છે તે તારે શું કરવું જોઈએ” એને વિચાર કરવો જોઈએ. | કુંભાર અનેક પ્રકારનાં વાસણો બનાવે છે. જે વાસણની કારીગરી જોઈ તમે લેકે પ્રસન્ન થાઓ છો. ચિત્રકાર સુંદર ચિત્રો બનાવે છે અને એ જ પ્રમાણે બીજા કારીગરે બીજી વસ્તુઓ બનાવે છે. કડિયો મહેલ બનાવે છે અને મહેલમાં કરેલી પિતાની કારીગરી બતાવી તે ખુશ થાય છે અને કહે છે કે, “આ મહેલ મેં બનાવ્યું છે. પણ તે એ જોતું નથી કે. વાસ્તવમાં એ મહેલને બનાવનાર કોણ છે? કલા જોઈને તે ખુશ તે થાય છે પણ તેને સાચો કલાકાર કોણ છે, તે કેવો છે! એ જોતાં નથી. જે એ વિષે ઊંડો વિચાર કરવામાં આવે તે આત્માને પત્તો લાગે પણ લોકે ઉપરની વાત તે જુએ છે પણ તે મહેલને બનાવનાર કોણ કલાકાર છે એ ભૂલી જાય છે. જોકે ઉપરની કારીગરી જોઈને કારીગરની તે પ્રશંસા કરવા લાગે છે પરંતુ આ શરીર કેવું છે અને તેમાં કેવી કારીગરી કરવામાં આવી છે તે જોતા નથી. આ શરીર જેવું બનેલ છે તેવું શરીર કઈ બનાવી શકે છે? આંખ, દાંત વગેરેના ડૉકટરે તો જુદા જુદા છે પણ શું એવો કોઈ ડૉકટર છે જે એક સારી આંખ કે એક સાચે દાંત બનાવી શકે ? ભલે ડૉકટરે કૃત્રિમ આંખ કે કૃત્રિમ દાંત