________________
વદ ૧૩]
રાજકોટ–ચાતુર્માસ
[૫૦૫
એક સભાસદ કહતા સુનિયે, શેઠ ગુણે કી ખાન; નમ્રભાવ ઔર દયા ભાવસે, સબકા રખતા માન. એ ધન છે ૧૨૧ જે અપને કે લધુ સમઝતા, વહી સબમેં મહાન; ગુતા કી અકડાઈ રખતા, વહુ સબમે નાદાન. ( ધન ! ૧૨૨ !
સ્વારથ રત હો કરે નમ્રતા, વહી કુટિલ કી બાત;
બિના સ્વાર્થ હી કરે નમ્રતા, સજજન જન ગુણવાન, . ધન ૧૨૩ છે અમારા ગુણોની કાણુ કદર કરશે એમ વિચારવું એ અપૂર્ણતા છે. પિતાનામાં જે ગુણો છે તે ગુણોને બીજાને બતાવવાની શી જરૂર છે ! અથવા અમારા ગુણને કોઈ જાણે એવી ઈચ્છા શા માટે રાખવામાં આવે ? જે બુદ્ધિમાન હોય છે તે આવી ઈચ્છા રાખતું નથી પણ જ્ઞાનીજનની સાક્ષીથી તે સદ્દગુણોનું પાલન કરતા રહે છે.
સુદર્શને રાજાની પાસે અભયા માતા માટે અભય વચન માંગ્યું. આ સાંભળીને બધા લેકે દિમૂઢ થઈ ગયા પણ એક પ્રજાજન ઉઠીને કહેવા લાગ્યો કે, મારામાં એવી શક્તિ નથી કે હું શેઠની પ્રશંસામાં કંઈ કહી શકું; પણ જે પ્રમાણે કાયલ આશ્રમંજરીનાં ગુણોનું ગાન ન કરી શકવા છતાં પણ કૂજે જ છે, અને મેઘના ગુણોનું વર્ણન ન કરી શકવા છતાં પણ મેર ટહૂકે જ છે, તે જ પ્રમાણે શેઠના વિષે થોડું બેલ્યા વિના મારાથી રહી શકતું નથી, એટલા માટે એમના વિષે હું થોડું કહું છું.
મેં શેઠેમાં બે વાતની ખાસ વિશેષતા જોઈ છે. એક તે દયાની વિશેષતા અને બીજી નમ્રતાની. આ બંને ગુણો મણિ-કાંચનના સુગની સમાન છે. સાચુ સોનું-કુન્દન નમ્ર જ હોય છે અને નમ્ર હોવાને કારણે રત્નને પકડી લે છે. આ જ પ્રમાણે યારૂપી રત્નને તે જ ધારણ કરી શકે છે કે જે નમ્ર હોય છે. અશક્ત થઈને દયાનો આશ્રય લેવો એ વાત બીજી છે પણ દયા-ક્ષમાની શોભા વીરતામાં જ છે. પણ જે પ્રમાણે દાનને માટે એમ કહેવામાં આવે છે કે યાર્ન રિલ્સ અર્થાત દરિદ્રતામાં દાન દેવું તે જ ખરું દાન છે. તે જ પ્રમાણે પલ્સ જતિ અર્થાત્ ક્ષમાની શોભા ત્યારે જ છે કે જ્યારે શક્તિ હોવા છતાં પણ ક્ષમા કરવાએ આ છે. શક્તિ ન હોય એટલે ક્રોધને ક્રિયાત્મક રૂપ ન આપી શકવાને કારણે ક્ષમા આપવી તે ક્ષમા નહિ પણ કાયરતા છે. અરિહંતોને માટે એમ કહેવામાં આવે છે કે તમાસૂર મદિરતા આમ કહેવાનો મતલબ એ જ છે કે, અરિહંતમાં મેરને ડોલાવવાની શકિત હોવા છતાં પણ કાનમાં ખીલા ઠકનારને તથા શરીર ઉપર ધૂળ ઉડાડનારને પણ તેઓ ક્ષમા આપે છે. દંડ આપવાની શક્તિ હોવા છતાં પણ દંડ આપતા નથી. વેરને બદલે લેવાની ઇચછા હોવા છતાં જે અશક્તિને કારણે ચૂપચાપ બેસી રહે છે અને મનમાં બળ્યા કરે છે તેની ક્ષમા સાચી ક્ષમા નથી પણ કાયરતા છે. આવા કાયરેને ક્ષમાવાન કે વીર કહી શકાય નહિ.
તમે મહાવીરના શિષ્ય છો એટલા માટે તમારામાં કેવી અને કેટલી ક્ષમા હોવી જોઈએ એને વિચાર કરો. તમારામાં એમ ન થવું જોઈએ કે, મનમાં તો બળ્યા કરે પણ અશક્તિને કારણે ચૂપચાપ બેસી રહે અને પછી તેને ક્ષમાનું નામ આપે.
તે સભાસદ કહેવા લાગ્યું કે, આ શેઠમાં કેટલી દયા અને નમ્રતા છે ! જે તેઓ ચાહત તે અયાને ખૂબ દંડ અપાવી શકત પણ એમનામાં કેવી નમ્રતા છે કે તેઓ હજીસુધી તેને માતા જ કહી રહ્યા છે અને તેમનામાં કેવી દયા છે કે અભયા રાણી માટે જ તેઓ રાજા પાસે અલાય વચન માંગી રહ્યા છે. ધન્ય છે ! તેમની દયા અને નમ્રતાને ! .