________________
વદ ૧૧] .
રાજકેટ-ચાતુર્માસ
[૫૦૩.
1 *-
બજારમાં સડેલી નારંગી અને સારી નારંગી બન્ને પ્રકારની હોય છે. નારંગી તે બંન્નેય છે પણ પૈસા આપી ખરીદનાર કેવી નારંગી ખરીદશે? આકાર-પ્રકાર વગેરેમાં તે સડેલી નારંગી પણ સારી નારંગી જેવી જ હોય છે પણ ખરીદનાર કેવી નારંગી ખરીદશે?સારી નારંગી ખરીદશે, સડેલી નારંગી ખરીદશે નહિ. આ જ પ્રમાણે સિદ્ધાન્ત કહે છે કે, વેશભૂષા વગેરેમાં કુશીલલિંગી પણ સાધુતા પાળનાર જેવો જ હોય છે પણ જે સાધુતાઅસાધુતાને પારખનાર હોય છે તે કુશલલિંગીને આદર આપી શકતા નથી. . . ; - અનાથી મુનિ કહે છે કે, સાધુનું લિંગ-મુહપત્તિ ઓ વગેરે-તે વીશ્વરોનું ચિન્હ છે. સાધુતા છે કે નહિ એ વાત તે પછી જણાય છે, પહેલાં તે ચિન્હ જ જોવામાં આવે છે. અને તે દ્વારા જ સાધુની પહેચાન થાય છે કે તે સાધુ છે. સિદ્ધાન્તમાં પણ કહ્યું છે કે –
“ોને સ્ક્રિપોથi' ' અર્થાત–લેકમાં લિંગનું પણ પ્રયજન હોય છે. જો કે નિશ્ચયમાં લિંગની આવશ્યકતા રહેતી નથી, પણ લોકોમાં તે લિંગની આવશ્યકતા રહે છે. જે લિંગ ન હોય તે મર્યાદા તૂટી જાય છે. ઉદાહરણ તરીકે, આવશ્યકતા તે તળાવના પાણીની છે પણ પાળે વિના પાણી રહી શકતું નથી. તે જ પ્રમાણે આવશ્યક્તા તે ધર્મની છે પણ સંસારમાં ધર્મ ચલાવો છે એટલા માટે લિંગની પણું આવશ્યકતા છે. તળાવની પાળ બાંધવામાં જેવી મહેનત પડે છે તેવી મહેનત તેમાં પાણી લાવવામાં પડતી નથી. પાણીને બાંધવામાં આવે અને પાણી તળાવમાં પણ આવે છતાં જે તળાવના પાણીની આગળ પાળ બાંધવામાં ન આવે તે પાણી ટકી શકતું નથી. જે કોઈ માણસ પાળ તેડવા લાગે તે તેને એમ કહેવામાં નહિ આવે કે તું - પાળને હાનિ પહોંચાડે છે પણ એમ કહેવામાં આવશે કે તે પાણીને પણ હાનિ પહોંચાડે છે.
આ જ પ્રમાણે દીક્ષા આપવામાં મહેનત કરવી પડતી નથી. દીક્ષા તે હૃદયમાં જ થાય છે પણ દીક્ષા આપવી અને મુહપત્તિ બાંધવી કે વેશ પહેરવો એ તે દીક્ષાની પાળ બાંધવા સમાન છે. નિશ્ચયમાં તે જે પાઘડી બાંધેલા હોય છે તેવામાં પણ સાધુતા હોઈ શકે છે પણ વેશની પાળ બાંધી ન હોવાને કારણે સાધુતા ટકી શક્તી નથી. વેશ પણ કામની વસ્તુ છે અને સાધુતાને ટકાવવામાં તે પર્ણ સહાયક છે. પ્રસન્નચન્દ્ર રાજર્ષિ ધ્યાનથી વિચલિત થઈ ગયા હતા પણ જ્યારે તેમણે પોતાના મસ્તક ઉપર હાથ ફેરવ્યો ત્યારે તેમને જણાયું કે, હું તે સાધુ છું અને આ શું કરી રહ્યો છું. આ પ્રમાણે જ્યારે તેમને ખ્યાલ આવ્યો ત્યારે તેઓ : પાછા ધ્યાનમાં સ્થિર થયા. જો મસ્તક મુંધવેલ ન હોત પણ જે મસ્તક ઉપર મુગટ હેત તે શું તેઓ ધ્યાનમાં પાછા સ્થિર થઈ શક્યા હેત ? આ પ્રમાણે વેશ પણ સાધુતાની પાળ છે અને તેની આવશ્યકતા પણ છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવાની પણ જરૂરી છે કે, કેવળ પાળ, પાળ જે રહી ન જાય! જે કઈ તળાવની પાળ તે બાંધવામાં આવી પણ જો તેમાં પાણી ન આવ્યું તે તે તળાવ ખાલી જ કહેવાશે. તે જ પ્રમાણે કેવળ વેશ જ ધારણ કરવામાં આવે અને સાધુતાનું પાલન કરવામાં ન આવે તે તે ખાલી તળાવના જેવું છે. પાણીની : આવશ્યકતા હોવા છતાં પણ પાળની જરૂર રહે છે તેમ સાધુતાની આવશ્યકતાની સાથે લિંગની પણ આવશ્યક્તા રહે છે. શાસ્ત્રમાં અનેક જગ્યાએ. કહેવામાં આવ્યું છે કે – .. .