________________
[૪૭]
વદ ૩]
રાજકેટ–ચાતુર્માસ જ બેસી રહે. આપ સિંહાસન ઉપર બેસવાને ગ્ય છે, તથા શીલનું મહત્ત્વ બતાવવા માટે પણ આપ સિંહાસન ઉપર બેસી રહે એવી અમારી પ્રાર્થના છે. જનતાની પ્રાર્થનાને સ્વીકાર કરી સુદર્શન સિંહાસન ઉપર બેસી રહ્યા. રાજા–પ્રજા વગેરે સુદર્શનના સિંહાસનની પાછળ પગપાળા ચાલવા લાગ્યા. આ દશ્ય જોઈને ઘણું લેકની ભાવના બદલી ગઈ હશે.આત્મા અજ્ઞાનતાથી પાપ તે કરી બેસે છે, પણ કોઈ મહાપુરુષના સમાગમથી પિતાનાં બંધનેને તડાતડ તેડી નાંખે છે. જે સુદર્શનની મહિમા દેવેએ પણ ગાઈ છે તે સુદર્શનના સરઘસને જેવા કેણ આવ્યું નહિ હોય ? થેડે ઢમ ઢમ અવાજ સાંભળીને પણ સ્ત્રીઓ રસોઈ બનાવવી છોડી દઈને જેવા દેડે છે તે શું સુદર્શનની આવી મહિમા–દ્ધિ જેવા સ્ત્રીઓ દેડી આવી નહિ હોય? ઉતાવળને લઈ સ્ત્રીઓ જેવો તે શંગાર કરી સુદર્શનને જેવા દેડી આવી. જ્યારે કોઈ તેમને શંગાર જોઈ હસવા લાગતું ત્યારે તે સ્ત્રીઓ એમજ વિચારતી કે આજે હસવાને-ખુશી થવાને જ દિવસ છે, માટે જ બધા લોકે આજે હસે છે.
આ પ્રમાણે બધાને પ્રસન્ન કરતું સુદર્શન અને મનોરમાનું સરઘસ તેના ઘરની નજીક આવ્યું. મનોરમા વિચારવા લાગી કે, આ બધા લકે મારે ત્યાં આવે છે એટલા માટે આ બધા લકે મારા મહેમાન છે. અને તે કારણે મારે તેમને આદરસત્કાર કરવો જોઈએ. વાસ્તવમાં ગૃહ ગૃહિણીનું જ હોય છે.
ગૃહ ગૃહિણીનું હોય છે કે પત્થરનું હોય છે? જે અતિથિઓને સત્કાર કરે, પતિની ઇચ્છાને પાર પાડે અને બધાને પ્રસન્ન રાખે તે જે ગૃહિણી છે. જે ઘરમાં કર્કશા-કજીયાળી સ્ત્રી હોય છે તે ઘર શોભતું નથી. સારી સ્ત્રી, પિતાના પતિની ભાવનામાં વિકાર પેદા કરનારનું મોટું પણ જોવા ચાહતી નથી. પરંતુ જે પતિની ભાવનાને ઉજજવલ રાખે, પતિને પ્રસન્ન રાખે અને પતિગૃહને શોભાવે એવી સ્ત્રી મોટા ભાગ્યથી જ મળે છે. - રાજા તથા નગરજનોને આદરસત્કાર કરવાના વિચારથી પિતાનું ઘર નજીક આવેલ જાણી મને રમા સિંહાસન ઉપરથી નીચે ઊતરી પડી અને આગળથી પિતાને ઘેર જઈ બધું વ્યવસ્થિત કરી રાજાને તથા બધા નગરજનોને સત્કાર કરવાની તૈયારી કરવા લાગી અને આ શુભ પ્રસંગને લઈને પિતાના ઘરના ચોકમાં મેતીએ પુરવા લાગી. હવે સરઘસ કેવી રીતે તેને ઘેર આવે છે અને રાજા સુદર્શનને શું કહે છે, અને સુદર્શન રાજા પાસેથી શું માગે છે તેનો વિચાર આગળ કરવામાં આવશે.
આજે મોરબીના નગરશેઠે મોરબી પધારવાની તથા પિરિબંદરના નગરશેઠે પોરબંદર પધારવાની પૂજ્યશ્રીને વિનંતી કરી. તથા રાવસાહેબ શેઠ લક્ષ્મણદાસજી જલગાંવવાળાએ પણ લિખિત વિનંતી કરી કે પૂજ્યશ્રી જલગાંવ પધારી સૂત્રોને ઉદ્ધાર કરે. આ કાર્યમાં જેટલું ખર્ચ થશે તે હું માથે ઉપાડીશ, અને તે કાર્યને અંગે જેટલી પુંછ રોકવી પડશે તે વગર વ્યાજે રોકીશ તથા સૂત્રોના વેચાણ બાદ જે હાનિ થશે તે હાનિ હું સહી લઈશ અને જે કાંઈ લાભ થશે તે તે લાભ રતલામ મંડળને આપી દઈશ. આ વિનંતી પત્ર નીચે મુજબનો હતો.