SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા વિનંતિ પત્ર - પરમ પૂજ્ય, અનેક ગુણાલંકૃત, શાસ્ત્રવિશારદ, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિના ધારણહાર, મહાવ્રતના પાલનહાર તથા પ્રાણિમાત્ર ઉપર કરુણદષ્ટિ રાખનાર શ્રીમદ્દ જૈનાચાર્ય પૂજ્યશ્રી ૧૦૦૮ શ્રી જવાહિરલાલજી મહારાજશ્રીની પવિત્ર સેવામાં ! જલગાંવનિવાસી દાસાનુદાસ લક્ષ્મણદાસ ગંભીરમલના- તિકખુત્તાના પાઠ સાથે ૧૦૦૮ વાર વંદન–નમસ્કાર સ્વીકાર છે. આજે આ દાસ આપની સેવામાં પિતાને હૃદયની ઘણું દિવસની અભિલાષાને પ્રાર્થનાના રૂપમાં પ્રગટ કરી રહ્યો છે. આ પ્રયત્નમાં ધષ્ટતા અને ઉદંડતાને પણું સંભવ છે પરંતુ જે પ્રમાણે પુત્ર પિતાના શ્રદ્ધાભા જન પિતાની સામે કાંઈ કહેવાની ધષ્ટતા કે ઉદંડતા કરે છે. મારી ધષ્ટતા અને ઉદંડતા પણ તેવા જ પ્રકારની છે, એટલા માટે તે સર્વથા ક્ષમ્ય છે. મહાનુભાવ ! ' આ દાસને સ્વર્ગીય પૂજ્યશ્રી ૧૦૦૮ શ્રી શ્રીલાલજી મહારાજશ્રીની સેવા કરવાનો સંયોગ પણ પ્રાપ્ત થયું છે, કે જેમને માટે જૈન સંસાર ચિરણી છે. આચાર્યશ્રીના ગુણોથી, તેમની પ્રતિભાથી અને તેમની શાસ્ત્રકુશલતાથી બધા લેકે પ્રાય: પરિચિત છે. કાઠિયાવાડનિવાસ મારા શ્રાવક ભાઈ ઓ પણ તેમની સેવાનો લાભ લઈ ચૂક્યા છે એટલે મને વિશ્વાસ છે કે તેઓ પણું મારે આ કથનનું સમર્થન કરશે. એવા મહાન આચાર્યશ્રીની સેવા કરવાનું સૌભાગ્ય આ સેવકને પણ પ્રાપ્ત થયું છે અને આચાર્યશ્રીની પણ મારા ઉપર પૂર્ણ કૃપાદૃષ્ટિ રહી છે; પણ દુર્ભાગ્યવશાત્ મારી એ અભિલાષા કે જેને આપની સમક્ષ નિવેદન કરવા ચાહું છું તે અપૂર્ણ, જે રહી. આચાર્યશ્રીએ આપને જ્યારે યુવાચાર્યપદ આપ્યું અને તેઓ સામ્પ્રદાયિક કાર્ચથી આંશિક મુક્ત થયા ત્યારે મારી એવી ભાવના હતી કે, હવે ઘેડા જ સમયમાં આચાર્યશ્રીને અનુનય-વિનય કરી જલશૈવમાં લઈ જઈશ અને આચાર્યશ્રીની વૃદ્ધાવસ્થાના અન્ત સુધી આચાર્યશ્રીની સેવાને લાભ લઈશ. હું મારી આ ભાવનાને પ્રગટ પણું કરી શકે ન હો એટલામાં તે આચાર્યશ્રી અસમયમાં જ સ્વર્ગ પધાર્યા. જે મહાપુરુષની આવશ્યક્તા આ ભૂતલ ઉપર રહે છે તેમને જ સ્વર્ગીય લોક પણ પિતાની પાસે રાખવા ચાહે છે. આ જ કારણે કાલધર્મ પામીને આચાર્યશ્રીને સ્વર્ગમાં પધારવું પડયું. આચાર્યશ્રીના સ્વર્ગગમન બાદ આપ આ સમ્પ્રદાયના આચાર્ય થયા. જો કે આપે જલવમાં ચાતુર્માસ કરી આ સેવક ઉપર કૃપા કરી છે, પણ આ દાસની એ ભાવના તો અપૂર્ણ જ રહી છે કે જે ભાવના સ્વર્ગીય આચાર્યશ્રીના સમયથી હૃદયમાં ઉછળી રહી છે. સદ્દભાગ્યે હવે એ અવસર આવ્યા છે કે જ્યારે મારી તે ભાવના પૂર્ણ થાય. આપશ્રીનું શરીર હવે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયું છે. આપશ્રીએ સમ્પ્રદાયને સમસ્ત કાર્યભાર પણ વિદાન અને સગ્ય યુવાચાર્યશ્રી ૧૦૦૭ શ્રી ગણેશલાલજી મહારાજશ્રીને સોંપી દીધું છે. સાસ્ત્રદાયિક કાર્યથી પણ હવે આપ ઘણાખરા નિવૃત્ત થઈ ગયા છે અને આપનું વૃદ્ધત્વ પણ હવે પહેલાની માફક ઉગ્ર વિહાર કરવા માટે રેકે છે. આપશ્રીનું શરીર હવે કોઈ એક સ્થાને રહી શાન્તિ ચાહે છે. એટલા માટે હું આપને નિવેદન કરું છું કે, આપ જલગાંવ પધારી સદાને માટે ત્યાં જ બિરાજે. જલગાંવમાં આપના બિરાજવાથી દર્શનાથી મારા શ્રાવક ભાઇઓને પણ દરેક પ્રકારે સગવડતા રહેશે. જલગાંવ ભારતના મધ્યમાં છે. એટલા માટે પંજાબ, મદ્રાસ, કલકત્તા તથા સિંધના કેને સમાન દૂર પડશે. જલગાંવનું નામ જ જલગામ છે એટલા માટે ત્યાં ગરમી પણ નથી. શરીરને શક્તિ મળે એ દૃષ્ટિએ પણ જલગાંવ ઉપયુક્ત સ્થાન છે. જ્યારે આપ જલગાંવમાં બિરાજશે ત્યારે સામ્પ્રદાયિક્તાને કારણે પેદા થતું દૂષિત વાતાવરણ પણ આપથી દૂર રહેશે. જેથી આપનું સ્વાથ્ય પણ સારું રહેશે. અને જ્યારે સામ્પ્રદાયિક કાર્યથી
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy