________________
૪૫૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
ઉપાશ્રયે આવવાનું પણ છોડી દીધું ?” મારા મામાએ જવાબ આપે કે, “અમે કેવી રીતે આવીએ ? તમે અમારા ભાણેજને ભરમાવ્યો છે ! તમે એટલું પણ ન વિચાર્યું કે, તે કેટલે દુબળો છે! તેનાથી પાદવિહાર કેવી રીતે થઈ શકશે? અને તેના માથામાં કેટલાં બધાં ગુમડાં થયાં છે ! એટલે તે કેશલુંચનનું કષ્ટ પણ કેમ સહી શકશે ?” મગનલાલજી મહારાજે કહ્યું કે, “એ બધું ઠીક છે. પણ તમે એ જાણે છે કે, જ્યારે અમે આજ્ઞા વિના એક તણખલું પણ લઈ શક્તા નથી તો પછી શું તમારી બધાની આજ્ઞા વિના તમારા ભાણેજને લઈ જશું ?”
. મતલબ કે, આજકાલ એમ કહેવામાં આવે છે કે, અમુક સાધુએ અમુક છોકરાને શિષ્ય બનાવવા માટે છુપાવી દીધું. પણ શ્રી દશવૈકાલિક સૂત્રમાં સાફ કહ્યું છે કે, “અણુ કે
યૂલ, જડ કે ચૈતન્ય કોઈ પણ ચીજ જે આજ્ઞા વિના લેતું નથી તે જ મહાવ્રતનું પાલન કરનાર છે.” આ ચોથું બ્રહ્મચર્યવ્રત છે. બ્રહ્મચર્ય મહાવ્રતને માટે કેવલ સ્ત્રીનો ભોગ કરવાની જ મના નથી પણ સ્ત્રીભગ કરે નહિ, કરવો નહિ અને. કરનારને અનુમોદવો નહિ. મન, વચન અને કાયાથી એમ વિધાન કરેલ છે. એટલું જ નહિ પણ સંસારની સમસ્ત સ્ત્રીઓને-દેવાંગનાઓ અને અપ્સરાઓને માટે પણ એ મારી માતા છે એમ સમજવાનું છે. ભગવાને આ ચોથા મહાવ્રતની રક્ષા માટે નવ વાડ અને દશમો કોટ બતાવેલ છે.
આ જ પ્રમાણે પરિગ્રહ પણ ન રાખો. કઈ પણ ચીજ તરફ મમત્વભાવ ન રાખવે. તેમ કોઈ અનાવશ્યક ચીજ પિતાની પાસે ન રાખવી; શાસ્ત્રમાં બતાવ્યું છે તેથી વધારે કે જિતાચારમાં કહેલ ચીજથી વધારે કઈ ચીજ પિતાની પાસે ન રાખવી. કાલાનુસાર અનેક આચાર્યો મળીને જે નિયમ બનાવે છે તેને “જિતાચાર' કહેવામાં આવે છે અને એ જિતાચાર પ્રમાણે વ્યવહાર કરવો એ ભગવાનની આજ્ઞામાં જ મનાય છે. એટલા માટે જિતાચારમાં જે ચીજોને રાખવાનું કહેવામાં આવ્યું છે, તેથી વધારે કઈ ચીજ ન રાખવી. જેમકે શાસ્ત્રમાં લાકડીની કાપી વગેરે રાખવાનું કહ્યું નથી પણ જ્યારથી શાસ્ત્રો લિપિબદ્ધ થયાં ત્યારથી જિતાચાર પ્રમાણે તે ચીજ પાસે રાખવાની આવશ્યક્તા બતાવવામાં આવેલ છે. આ પ્રમાણે જિતાચાર અને શાસ્ત્રમાં કહેલી ચીજ સિવાય કોઈ ચીજ ન રાખવી અને જે જે ચીજો રાખી છે તેના પ્રતિ મમતા ન રાખવી એ સાધુઓનું અપરિગ્રહ વ્રત છે. સાધુ એમ કહી ન શકે કે જ્ઞાનખાતામાં પૈસા આપે. જ્ઞાનને ઉત્તેજન આપે, એટલું તે કહી શકે પણ પૈસા આપ એમ કહી શકે નહિ. પિતાની પાસે બે શાસ્ત્રો છે. એક શાસ્ત્ર તે પોતે કામમાં લે છે પણ બીજું શાસ્ત્ર તેના કામમાં આવતું નથી છતાં કઈ શિષ્ય કે બીજું કઈ માંગે અને ન આપે તો એમ સમજવું કે તેને મમત્વ છે. શાસ્ત્રના ભંડાર ભરી રાખવામાં આવે અને કીડાઓ તેનો ઉપયોગ કરે તે એ પણ તેના તરફ મમત્વભાવ છે. અપરિગ્રહ મહાવ્રતને માટે આવે, મમત્વભાવ સર્વથા ત્યાજ્ય છે. .. અનાથી મુનિ કહે છે કે, “હે! રાજન્ ! આ પ્રમાણે મહાવ્રતની પ્રતિપક્ષી ભાવનાને જે દર કરતો નથી તે મહાવ્રતનું પાલન કરી શકતા નથી. જે સમૃદ્ધ છે તે પણ અનાથ જ છે. . . . . .
. . . . . . . . .