________________
શુદ ૧૪].
રાજકેટ-ચાતુર્માસ જેનશાસ્ત્ર અને પાતંજલિ યોગ સૂત્ર બંનેમાં એમ કહ્યું છે કે, પ્રતિપક્ષી ભાવનાદ્વારા જે વિતર્કોને વિનાશ કરે છે તે જ મહાવ્રતનું પાલન કરી શકે છે. આમ હોવા છતાં પણ કોઈ માણસ હિંસાને તે રોકે નહિ અને એમ કહે કે, હું અહિંસા મહાવ્રતનું પાલન કરું છું તે શું એ ઠીક છે? આમ કહેવું એ તે કેવળ મહાવ્રતનું નામ રહ્યું પણ કામ રહ્યું નહિ. આ પ્રમાણે નામથી મહાવ્રતનું પાલન કરનાર તે ઘણા લેકે મળી આવશે એટલું જ નહિ એવા પણ લેકો મળી આવશે કે જેઓ પ્રકટમાં તે એવી વાત કરશે કે જે મહાવ્રતનું પાલન કરનાર સાધુઓથી પણ ચડિયાતી હશે. જે પ્રમાણે ઈમિટેશન હીરા અસલી હીરાથી પણ વધારે ચમકે છે, તે જ પ્રમાણે મહાવતેનું નામ લેનારા અને મહાવ્રતનું પાલન ન કરનારાઓ ઉપરથી તે સારી સારી વાત બતાવશે, પણ જેઓ સાચા પરીક્ષક હોય છે તેમની સામે એ વાતનું કાંઈ મૂલ્ય અંકાતું નથી. જે પ્રમાણે રત્નોના પરીક્ષક ખરા ઝવેરી આગળ ઈમિટેશન રત્નનું કાંઈ મૂલ્ય અંકાતું નથી.
પાંચ મહાવ્રતધારીની બધા લેકે પરીક્ષા કરી શકતા નથી, એ કારણે આ વિષયમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એ વાતને દૃષ્ટિમાં રાખી શાસ્ત્રમાં આચાર્ય, ઉપાધ્યાય, ગણી, ગણાવરછેદ આદિની વ્યવસ્થા કરવામાં આવી છે અને કહ્યું છે કે, “જેમને માટે આચાર્ય— ઉપાધ્યાયાદિ સાક્ષી આપે કે, એ મહાવ્રતનું પાલન કરે છે તે તેને માને.” એ પાંચ મહાવ્રતનું પાલન કરે છે એ વાતની પરીક્ષા તમે ન કરી શકે તે આચાર્યાદિની આજ્ઞાથી પાંચ મહાવ્રતધારીને ગુરુ તરીકે માને. જે આચાર્યાદિ આ વિષે કોઈ પ્રકારની ખોટી આશા આપે તે તેઓ અપરાધી છે. એઓ તમને પાંચ મહાવ્રતધારીઓની ઓળખાણ કરાવનાર એજન્ટો છે. તમે જ્યારે બજારમાં કઈ ચીજની પરીક્ષા કરી ખરીદી કરી શકતા નથી ત્યારે તમારા તરફથી દલાલે મારત તમે ખરીદી કરે છે. જે કાઈ દલાલ ખરાબ ચીજને સારી કહી અપાવે છે તે અપરાધી ગણાય છે. આ જ પ્રમાણે જે આચાર્ય વગેરે કોઈ મહાવતનું પાલન નહિ કરનાર માણસને મહાવ્રતનું પાલન કરનાર બતાવી પૂજાવે છે તે તે આચાર્યાદિ પિતાની જવાબદારી ભૂલે છે અને અપરાધને પાત્ર બને છે. જે પાંચ મહાવ્રતધારી હોય છે તે પોતે હિંસા કરતું નથી, હિંસા કરાવતું નથી અને હિંસા કરનારને અનુમોદન પણ આપતે નથી. તે અસત્ય બેલ નથી, અસત્ય બેલાવ નથી અને અસત્ય બોલનારને અનુમોદન આપતા નથી. આ જ પ્રમાણે તે ચોરી, મૈથુન કે પરિગ્રહ પોતે કરતા નથી, કરાવતા નથી કે કરનારને અનુમોદન આપતા નથી.
આજે કહેવામાં આવે છે કે, અમુક સાધુએ શિષ્ય બનાવવા માટે કોઈ છોકરાને ઉઠાવી લીધે; પણ શાસ્ત્ર કહે છે કે, સાધુઓ આજ્ઞા વિના એક તણખલું પણ લઈ શકતા નથી તે પછી આજ્ઞા વિના શિષ્ય તો બનાવી જ કેમ શકે? જે કઈ એમ કરે અર્થાત ચોરી છુપીથી કાઈને શિષ્ય બનાવે તો તેને શિષ્યચેરીનો અપરાધ લાગે છે, અને તે નવી દીક્ષાનું પ્રાયશ્ચિત્ત લેવાને અપરાધી માનવામાં આવે છે અને તેને આઠમું પ્રાયશ્ચિત્ત આવે છે.
જ્યારે મને વૈરાગ્ય આવ્યો હતો ત્યારે મારા મામાને સાધુઓ ઉપર બહ નારાજગી પેદા થઈ, તે એટલે સુધી કે તેમણે ઉપાશ્રયે જવાનું પણ છોડી દીધું. એક દિવસ મારા ગુરુ મગનલાલજી મહારાજ ભિક્ષા લેવા માટે નીકળ્યા, ત્યાં રસ્તામાં મારા મામા તેમને મળ્યા. ત્યારે મગનલાલજી મહારાજે તેમને કહ્યું કે, “જડાવચંદજી ! આજકાલ તે તમે
૧૨