________________
૪૩૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા અનાથી મુનિને અધિકાર–૪૮
આ જ વાત અનાથી મુનિ રાજા શ્રેણિકને કહી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તે અનાથી મુનિ, રાજા શ્રેણિકને પાત્ર બનાવી, અમને સાધુઓને અમૃત આપી કહે છે કે, “તમે અમૃતનું પાન કરે, વિષપાન ન કરે.” તેમનું આ કથન બધાને માટે ગ્રાહ્ય છે. કારણ કે તેમને કેઈના પ્રતિ રાગદ્વેષ નથી, તેમ તેમને કોઈની નિંદા કરવાનું પ્રયોજન નથી. તેઓ તે બધાના નાથ બની કેવળ વસ્તુસ્વરુપ બતાવે છે.
. કેઈને વસ્તુસ્વરૂપ સમજાવે તે નાથ બનીને સમજાવે, અનાથ બનીને નહિ. હૃદયમાં રાગદ્વેષને જરાપણ સ્થાન ન આપે. હૃદયમાં રાગદ્વેષને જરાપણ સ્થાન આપ્યું તે તમે અનાથ જ રહેવાના અને એ અવસ્થામાં બીજાને વસ્તુ–સ્વરુપ શું સમજાવશે ? એટલા માટે સમભાવ રાખી શિક્ષા આપે. જે વિષમભાવ સખી શિક્ષા આપશો તે શિક્ષા આપનાર અને શિક્ષા સાંભળનાર બન્નેને હાનિ થશે. કદાચિત શિક્ષાને ગ્રહણ કરનાર સમભાવ રાખવાને કારણે શિક્ષાને લાભ પણ લઈ લે, પણ જેઓ બીજાને વિષમભાવે શિક્ષા આપે છે તેઓને તો અવશ્ય હાનિ થાય જ છે. - અનાથી મુનિ બધાના નાથ બની કહે છે કે, જે માર્ગ પકડી મેં અનાથતાને ત્યાગ કર્યો છે તે માર્ગે જઈ તમે પાછા અનાથતામાં ન પડે. અને એટલા જ માટે તેઓ બીજા પ્રકારની અનાથતા બતાવે છે કે, “હે ! રાજન્ ! મહાવ્રતને સ્વીકાર કરીને પણ કેટલાક કાયર લેકે, પ્રમાદવશાત મહાબતને સ્પર્શતા નથી અને એ કારણે તેઓ પાછા અનાથામાં પડી જાય છે”.
મહાવતેમાં સ્થિર કેમ રહી શકાય એ વિષે કાલે થોડું કહ્યું હતું. આજે તે વિષે થોડું વિશેષ કહું છું. જો કે, ગૃહસ્થ મહાવ્રતને સ્વીકાર કરતા નથી પણ તેઓ જે અણુવ્રતનો સ્વીકાર કરે છે એ અણુવ્રતના આધારે પણ મહાવ્રતની સિદ્ધિ થાય છે. આ જ પ્રમાણે મહાવતે જ અણુવ્રતની સિદ્ધિ કરે છે. અણુવ્રતો ગૃહસ્થને પિતાને માટે તે લાભપ્રદ છે જ. પણ બીજાઓને માટે પણ લાભકારી છે. આ જ પ્રમાણે મહાવતે પણ પિતાના જ માટે, નહિ પણ બીજાઓને માટે પણ લાભપ્રદ છે. અણુવ્રત કે મહાવ્રતનું ખંડન કરનાર પિતાની તે હાનિ કરે છે પણ સાથે સાથે બીજાઓની પણ હાનિ કરે છે. એટલા માટે મહાવ્રત શું છે ? અને તેને સ્થિર કેમ રાખી શકાય ? એ વિષે સમજાવવાની જરૂર છે. કેટલાક લેકોને સત્ય સમજવું પણ મુશ્કેલ જણાય છે પણ સત્ય વાતને સમજવાથી અને સત્ય વાતને સ્વીકાર કરવાથી પણ ઘણો લાભ થાય છે.
રાજા શ્રેણિક સત્ય વાતને સ્વીકાર કરવામાં સંકોચ કરતે નહિ એટલા માટે અનાથી મુનિની વાત સમજવામાં તેને વાર લાગી નહિ. અનાથી મુનિ તેને કહે છે કે “હે ! રાજન્ ! જે મહાવ્રતનું પાલન કરવું કાયરતાને કારણે છોડી દે છે તે અનાથ જ છે.” ' મહાવતની રક્ષા પ્રતિપક્ષી વસ્તુને નાશ કરવાથી થાય છે. જે વસ્તુને લીધે એક પક્ષને નાશ થાય તે પ્રતિપક્ષી વસ્તુ છે. જેમકે બિલાડીને દૂધનું કામ આપવામાં આવે કે કાગડાને દહીંની રક્ષાનું કાર્ય સોંપવામાં આવે તે તે બન્ને વસ્તુને બગાડશે. કારણ કે, બિલાડી દૂધને અને કાગડે દહીંને નષ્ટ કરી નાંખે છે. ઉંદરની રક્ષા બિલાડી દ્વારા કરવામાં આવે તે રક્ષા થઈ શકે નહિ; કારણ કે બિલાડી ઉંદરની પ્રતિપક્ષી છે. આ જ પ્રમાણે મહાવ્રતના જે પ્રતિપક્ષી