________________
શુદ ૧૧ ] રાજકોટ–ચાતુર્માસ
[૪૩૭ ભક્ત પણ ઉદાર થઈને જે વસ્તુ પિતાને સારી લાગી છે, તે વસ્તુ માટે બધા ને આમંત્રિત કરે છે. એ વાત જુદી છે કે, કોઈ તેના આમંત્રણને સ્વીકારે નહિ, પણ તે તે પિતાના તરફથી બધાને આમંત્રિત કરે છે અને કહે છે કે –
ચેતન જાણ કલ્યાણ કરન કે, આન મિલ્ય અવસર રે;
શાસ્ત્ર પ્રમાણ પિછાન પ્રભુ ગુન, મન ચંચલ થિર કર રે. “હે ! ભાઈઓ ! જે મારું કહેવું માનતા હે તે હું કહું છું કે, બીજાં બધાં કામે છોડી દઈ પરમાત્માનું ભજન કરે, તેમાં વિલંબ ન કરે. તમારી ઈચ્છા પણ કલ્યાણ કરવાની છે, અને આ અવસર પણ કલ્યાણ કરવાને મળ્યો છે. સાધને પણ મળ્યાં છે તે પછી વિલંબ શા માટે કરે છે. માટે વિલંબ ન કરતાં ભગવદ્દભજન કરે.” ભક્ત લોકો આમ કહે છે અને આપણે પણ જાણીએ છીએ કે, પરમાત્માનું ભજન કલ્યાણકારી હોય છે.
આમ હોવા છતાં પરમાત્માનું ભજન કરવામાં આળસ થાય છે તેનું શું કારણ? એનું કારણ બતાવતાં જ્ઞાનીજને કહે છે કે, આ ચેતન્ય–આત્માને, જે કામ કરવાનો અનંતકાળથી. અભ્યાસ પડ્યો છે, તે કામ કરવું તે સરલ જણાય છે, પણ પરમાત્માની પ્રાર્થના કરવાનો અભ્યાસ ન હોવાના કારણે ભગવદ્દભજન કરવામાં તેને આળસ આવે છે. પાણીને નીચી, જગ્યાએ લઈ જવું હોય તે કાંઈ મુશ્કેલી જણાતી નથી, પણ જ્યારે પાણીને ઉ૫ર લઈ જવાનું હોય ત્યારે બહુ પ્રયત્ન કરવો પડે છે. આ જ પ્રમાણે આત્માને અભ્યાસ છે અને તે કારણે કામ-ક્રોધ આદિમાં તે ઉપદેશ વિના જ આત્માની પ્રવૃત્તિ થઈ જાય છે, પણ પરમાત્માનું ભજન કરવામાં ઉપદેશ આપવા છતાં મુશ્કેલીથી પ્રવૃત્તિ થાય છે.
તમે જે ભક્તના કથનાનુસાર ભગવદ્દભજનને આનંદ લેવા ચાહતા હો તે કામક્રોધાદિને ત્યાગ કરે. તેને ત્યાગ કરવાથી સમ્યક્ દષ્ટિ થશે અને પરિણામે સહજ સુખની પ્રાપ્તિ થશે. ઈશ્વરનું ભજન કરવાથી કામ-ક્રોધાદિ નષ્ટ થઈ જશે. જે પ્રમાણે ઘરને માલિક જાગી જવાથી ઘરમાં પિઠેલે ચાર ભાગી જાય છે, તે જ પ્રમાણે જ્ઞાનીઓ કહે છે કે, હે ચૈતન્ય ! તું જે જાગ્રત થા તે કામ-ક્રોધ વગેરે ચાર ભાગી જાય.
જે કામ-ધને ભગાડવા ચાહતે હશે તે પરમાત્માની પ્રાર્થના કરશે જ; અને જે ચાહતે નહિ હોય તે નહિ કરે. કામ-ક્રોધાદિને પણ હૃદયમાં રાખવાં અને પરમાત્માની પ્રાર્થનાનો આનંદ પણ લેવો એ બન્ને કાર્યો એક સાથે થઈ શકતાં નથી..
તું અવિકાર પિછાન આતમ ગુણ, ભ્રમ અંજાલ ન પર રે, પુદ્ગલ ચાહ મિટાય વિનયચંદ, તે જિન તૂ ન અવર રે. એ
હે ! આત્મા! તું અવિકારી છે. તું તારા ગુણેને જાણ. તું જે ભ્રમને કારણે જંજાળમાં પડી રહ્યો છે એ ભ્રમ જંજાળને તું નષ્ટ કર. પુદ્ગલની ઈચ્છા જ તને ભ્રમ જંજાળમાં પાડી રહી છે. તે ઇચ્છાને ત્યાગ કર તે તારે વિકાર મટી જાય અને તેને સહજ સુખની પ્રાપ્તિ થાય.”
ભક્તોના આ કથનને ધ્યાનમાં લઈ તમે પણ પુદ્ગલેની ઈને ત્યાગ કરી અને આત્મતિ જગા, તે તેમાં કલ્યાણ છે.