________________
શુદ ૧૧]. રાજકેટ-ચાતુર્માસ
[૪૩૯ કારણે છે તે કારણોથી મહાવ્રતને બચાવતા રહેશે. તે જ મહાવ્રતની રક્ષા થઈ શકશે. જેનદર્શનમાં તે આ વાત વારંવાર કહેવામાં આવી છે, પણ પાતંજલિ યોગદર્શનમાં પણ એમ કહ્યું છે કે
वितर्कबाधने प्रतिपक्षभावना-इत्यादि । આમાં કહ્યું છે કે, મહાવ્રતના પ્રતિપક્ષી હિંસાદિ છે. અહિંસાની વિરુદ્ધ હિંસા, સત્યની વિરુદ્ધ અસત્ય, અસ્તેયની વિરુદ્ધ ચોરી, બ્રહ્મચર્યની વિરુદ્ધ મૈથુન અને અપરિગ્રહની વિરુદ્ધ મમત્વભાવ છે.
- અહીં એક પ્રશ્ન થાય છે કે, હિંસા કરવાથી અહિંસા મહાવતનો નાશ થાય છે કે, હિંસા કરાવવાથી, કે હિંસાને અનુમોદવાથી ? આ પ્રશ્નના ઉત્તરમાં પાતંજલિ યોગસૂત્રમાં પણ કહ્યું છે કે, એ ત્રણેય ને અહિંસાના પ્રતિપક્ષી સમજવા જોઈએ. હિંસા કરવાથી, હિંસા કરાવવાથી અને હિંસાને અનુમોદવાથી અહિંસાને નાશ થાય છે. કેટલાક લેકે કહે છે કે, પોતે હિંસા કરતા નથી પણ બીજા કોઈને કહેવડાવીને કરાવે તે શું વાંધે છે? પણ આ વિષે આગળ કહેવામાં આવ્યું છે કે હિંસા કરવાથી અહિંસાને નાશ થાય છે. હિંસા કરાવવાથી અહિંસાને નાશ થાય છે અને હિંસાને અનુમોદવાથી પણ અહિંસાનો નાશ થાય છે. કારણ કે એ ત્રણેય અહિંસાના પ્રતિપક્ષી છે. - હવે અહીં એક બીજો પ્રશ્ન ઉભો થાય છે કે, હિંસા કરવામાં વધારે પાપ છે કે હિંસા કરાવવામાં ? આ પ્રશ્નનો ઉત્તર એકાન્તરૂપે આપી ન શકાય, પણ એ વિષે ઊંડો વિચાર કરવાથી જણાશે કે, પિતાની દ્વારા થએલ કોઈ પણ કાર્યમાં જે વિવેક જળવાય છે, તે વિવેક બીજાની દ્વારા કરવામાં આવતાં કાર્યોમાં જળવાતું નથી. આ સિવાય પિતાના હાથે કાર્ય કરવામાં જેટલી મર્યાદા રહે છે તેટલી મર્યાદા બીજાના હાથે થતાં કાર્યોમાં રહી શકતી નથી. આ દષ્ટિએ વિચારતાં કઈવાર કરવાની અપેક્ષાએ “કરાવવામાં ” વધારે પાપ થઈ જાય છે. વળી કેઈવાર પિતાના હાથે કામ કરવામાં વિવેક ન રાખવાને કારણે વધારે પાપ થઈ જાય છે અને કેાઈવાર બીજાના હાથે કામ કરાવવામાં વિવેક ન રહેવાને કારણે વિશેષ પાપ થઈ જાય છે. આ પ્રમાણે કરવામાં” વધારે પાપ છે કે “કરાવવામાં ”. વધારે પાપ છે એ એકાન્તરૂપે કહી શકાય નહિ. પણ વિશેષતઃ લેકે આળસમાં પડી રહેવાને કારણે અને અવિવેકપૂર્વક કામ કરાવવાને કારણે “કરવાને બદલે “કરાવવામાં” વિશેષ પાપ થાય છે. આજે પતે તે આળસમાં પડ્યા રહે છે અને બીજા પાસે કામ કરાવે છે અને તેથી સંસારમાં આળસ વધવા પામી છે. શાસ્ત્રમાં જે ૭૨ કલા બતાવવામાં આવી છે તે એટલા માટે કે, લેકે આળસમાં ન પડે અને પિતાનું કામ વિવેકપૂર્વક કરી શકે.
મતલબ કે, સાધુ પોતે હિંસા ન કરે પણ બીજા પાસે હિંસા કરાવે તે શું વાંધો છે? એમ કહેનારાઓએ સમજવું જોઈએ કે, હિંસા કરવી, હિંસા કરાવવી અને હિંસાને અનુમોદવી એ ત્રણેય અહિંસાના પ્રતિપક્ષી છે અને એ કારણે એ ત્રણેય વસ્યું છે.
પાતંજલિ યોગસૂત્રમાં આગળ કહ્યું છે કે, ક્રોધ, લોભ અને મેહને વશ થવાથી હિંસા થાય છે. અહીં જ કે મેહ શબ્દને પાછળ રાખવામાં આવ્યો છે પણ જ્ઞાનીજને કહે છે કે, જે હિંસાદિ પાપકર્મો છે તે બધા મોહને કારણે જ થાય છે. સત વસ્તુને અસત અને અસત વસ્તુને સત માનવી એ મોહ છે. જૈન શાસ્ત્રમાં આને જ મિથ્યાત્વ કહેલ છે