SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા દંડ મળશે અને અમે બચી જઈશું. આ પ્રમાણે વિચાર કરી સુદર્શન બધી હકીકત કહી શકતા હતા પણ તેમની પાસે વાણિયાશાહીને હિસાબ ન હતો કે તેઓ એમ કરી બેસે. તેઓ તે એમ જ વિચારતા હતા કે, ગમે તે થાય પણ મારી માતાને તે કષ્ટમાં નહિ જ પાડું. ઈસી મત્ત કે ધ્યાન શેઠને, તજે પૂર્વ ભવપ્રાણ; વિશે દેવ સિંહાસન ઉસસે, મહિમા મરકી જાન. ધન ૧૦૬ શીલ, સત્ય અરુ દયા સાધના, લગી મંત્ર કે સાથ; હિયે હુલાસાયે દેવ ગગનમેં, આથે જોડે હાથ. ધન- ૧૦૭ કાલે કહ્યું હતું કે, સુદર્શન શેઠે સાગારી સંથારો કર્યો, અને જાણે તેમણે જિનમુદ્રા ધ્યાનદ્વારા પ્રગટ કરી હોય એમ લાગતું હતું જે શરીર, અરિહંત, ગણધરો, મોટા મેટા મુનિવર તથા મોટા મોટા શ્રાવકોને મળ્યું હતું તે જ શરીર તમને પણ મળ્યું છે. ધ્યાનપૂર્વક જુઓ તે તમને જણાશે કે, આ શરીરમાં કેવી સુંદરતા છે! જો આ શરીરને સદુપયોગ કરવામાં આવે તે પરમાત્મા અને આત્માની એકતા થવામાં વાર ન લાગે. આવું શરીર મળ્યું એ કેટલાં પુણ્યનું ફળ છે! છતાં આ શરીરનો પરમાત્માની સાથે એક્તા કરવામાં સદુપયોગ ન કરે અને નીચ ભાવનાને પિષવામાં તેને દુરુપયોગ કરે, એ ક્યાંસુધી ઠીક છે? તેને વિચાર કરે. શું આ શરીર માટે એમ કહેવું ઠીક છે કે, કાલુક કસાઈને મળ્યું હતું તે જ શરીર તમને મળ્યું છે? આમ કહેવું ઠીક ન હોય તો પછી એ વાતને તમે બરાબર ખ્યાલ રાખો કે આ શરીર ક્યાંક કાલુ કસાઈને શરીર જેવું બની ન જાય! પવાસન લગાવી, આંખને નાસિકા ઉપર કેન્દ્રીશ્રત કરી . ધ્યાન ધરે તો શું આ શરીરમાં જિનમુદ્રા પ્રગટાવી ન શકાય. જો તે શક્ય છે તે પછી જિનમુદ્રા ન પ્રગટાવતાં રાક્ષસી મુદ્રા પ્રગટાવવામાં આ શરીરનો દુરુપગ કરે તે એ કેવી ગંભીર ભૂલ કહેવાય ? * " શેઠે જિનમુદ્રા ધારણ કરી, જાણે પરમાત્મામય બની ગયા. આ શરીર જ જિનમંદિર છે. તમે બીજા દેવળીને જોવા કરતાં આ શરીરરૂપી દેવળને જ જુઓ. આ શરીર દેવળમાં જે ચિતવ્યપ્રભુ બેઠા છે તેમને ન ભૂલે પણ તેમની આરાધના કરે. શેઠ તે પિતાને ધ્યાનમાં મશગૂલ હતા, અને સુભટ શહેરના ચૌટે ચૌટે ફેરવતાં શેઠને તેના ઘરની સામે લાવવામાં આવ્યો અને કહ્યું કે, “શેઠ આ તમારું ઘર આવ્યું છે !” રાજાના સુભટે શેઠને આમ કહેતા હતા પણ શેઠ તો વિચારતા હતા કે, મારું ઘર તે બીજું જ છે. શેઠને તેના ઘરની સામે ઊભો કરવામાં આવ્યો છતાં શેઠે ઘરની તરફ દૃષ્ટિ પણ ન કરી. લેકે કહેવા લાગ્યા કે આ કેવો ધર્મઢોંગી છે. તેને પિતાના ઘર તરફ પણ પ્રેમ નથી. કેટલાક લેકે એમ કહેતા હતા કે આવા ધર્મથી તે દૂર રહેવું એ જ સારું; ત્યારે કેટલાક લેકે એમ કહેતા હતા કે, ધન્ય છે અનેરમાને કે જે આવા સમયે પણ ધ્યાનમાં બેઠી છે. લોકોને ઘંઘાટ સાંભળી તે સારી રીતે જાણે છે કે મારા પતિ બહાર આવ્યા છે, છતાં પણ જાણે તેને ધ્યાનયજ્ઞમાં આહુતિ હેમવામાં આવી ન હોય તેમ તેનું ધ્યાન વધારે પ્રજવલિત બન્યું છે. કોઈ એમ કહેતા હતા કે, શેઠાણીને તે જુઓ કે પતિને શૂળીએ ચડાવવા માટે લઈ જવામાં આવે છે, અને ઘરની સામે પતિ ઉભા છે, છતાં શેઠાણી ઘરની બહાર પણ
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy