SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકર-અધિકાર. કામાં દાખલ કરી તેને એક અંતહીં સુધી સમયે સમયે વિપાક કરીયે ભોગવીને ક્ષય કરે તેથી એ શિવાયની શેષ દીર્ધકાળ સુધી ઉદયપણે વર્તવા ગ્ય મિથ્યાત મેહનીય કર્મની મોટી સત્તા જે જીવને છે તેને ઉદય, પરિણામ વિશેષના જેરથી સર્વથા રૂંધાઈ જવાથી અંતમુહૂર્ત સુધી મિથ્યાત્વનો સર્વથા અનુદય - થાય. તે અવસરે તેને શુદ્ધ ધર્મમૂળ આપશમિક” સમ્યકત્વ પ્રાપ્ત થાય. તેનું નામ પ્રથમ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ જાણવી. એ આપશમિક સભ્યદર્શન તે મિથ્યાત્વ" મોહનીયને ઉપશમ જાણ, એટલે તેના ઉદયને નાશ અને અનુયેનો રોધ, - તેથી ઉત્પન્ન થયેલ આત્માદિક સર્વ તત્તની યથાર્થપણે સ્થાવાદ મર્યાદાએ પ્રતીતિ-સ્વરૂપ શ્રદ્ધારૂચિને જનક આત્મભાવ જાણવે. તેથી એને જીવાદિ તાના સ્વરૂપનું શ્રવણ કરવાથી આત્માદિક પદાર્થોના સ્વરૂપની ઝળક ભાસમાન થાય છે. એટલે તેને કોઈ ઉપદેશક પુરૂષ અથવા ધર્મશાસ્ત્ર કે જે, જીવ પદાર્થને અહિં તેએ ઉપદેશેલા આગમની રીતે કથંચિત્ નિત્ય, કથંચિત અનિત્ય, કથંચિંત શુભાશુભને કર્તા તેને ભક્તા, અનાદિ ઉત્પાદ વ્યય ધ્રુવતાયુક્ત, સ્વભાવ સિદ્ધ ઈત્યાદિક રીતે કહે તે સંભવિત હોવાથી ચે; અને કેઈ ઉપદેશક અથવા શાસ્ત્ર જીવને સર્વથા અનુત્પન્ન અવિચલ, સદા સ્થિર એક સ્વભાવે નિત્ય અથવા સર્વથા ક્ષણ સાથે અનિત્ય, સર્વથા નાસ્તિ, સર્વથા સામાન્ય, સર્વથા વિશેષ, સર્વવ્યાપિ એક અથવા દેહાદિક શુભાશુભને અકર્તા, પ્રકૃતિ કૃતને ભેગી, શરી૨ના એક દેશમાં રહેલે ઇત્યાદિ રૂપે કહેતે તે અસંભવિત હોવાથી સ્વભાવેજ ન રૂ. તથા માર્ગાનુસારીપણામાં જે દેવગુરૂ પૂજાદિ તહેતુ અનુષ્ઠાન હતા તે અમૃતાનુષ્ઠાન થઈ જાય, અને કદષ્ટિએ કરાતા યમનિયમાદિક સ્વરૂપ શુદ્ધ અનુષ્ઠાન તે એને પરમાર્થ વૃત્તિઓ કરાતા અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન થાય. પછી ઉપશમ સમકિતરૂપ ગુણથી મોટી સ્થિતિવાળી મિથ્યાત્વ મેહનીયની પ્રકૃતિ જે સત્તામાં રહેલી છે. જે ઉદય ઉદીરણમાં આવી નથી, જેના સર્વ દળીયા દુષ્ટ રસથી ભરેલા છે. તેને ઉદયમાં આવ્યા અગાઉજ પરિણામ વિશેષતા પ્રભાવથી શોઢી કાઢે. એટલે તેની ત્રણ પ્રકારની રાશી કરે. તે આ રીતે–જેટલા દળીયામાંથી ક્લિષ્ટ રસને ઉત્પાદક દુષ્ટ રસ સર્વથા નષ્ટ થઈ જાય તેને પહેલે રાશિ તે “સમ્યકત્વપુંજ” અથવા શુદ્ધપુંજ, ઉદયમાં આવે છે તે જીવના સમ્યકત્વ ગુણને ઘાત કરતા નથી, શુદ્ધ શ્રદ્ધા બની રહે છે. તેનું નામ સમતિમેહનીય પણ કહેવાય છે. જે દળિયાઓને દુષ્ટ રસ અર્ધ નષ્ટ થયે ને અધ રહ્યો હોય તેને રાશિ તે “મિશ્રપુજ” મિશ્રમેહનીય અથવા અદ્ધશુદ્ધપુંજ. એ પુંજ ઉદયમાં આવે તે અંતર્મુહૂત સુધી જીવ મિશ્રદષ્ટિવાળા રહે. એવા મિત્રદષ્ટિવાળા જીવને જિનધર્મ ઉપર પ્રેમ પણ ન હોય ને ઠેષ પણ ન હોય. જેમ દહીં ને બેળ ભેગાં કરેલ હોય તે તેને રસ ખાટે નહિ ને મીઠે પણ નહિ; અને રસપણે જ પરિણમે તેમ આ મિશ્રદષ્ટિવાળે જવ સમકિતી નહિ અને મિથ્યાત્વી પણ નહિ, એ સમજ; અને જે દૃળિયાઓમાંથી દુષ્ટ રસ
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy