SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ નિરાકાર નિરાધાર નિરાહાર નિરધાર, પારંગત બાની એહીંરૂપ અવધારી છે, યાહી ભાંતિ સધાન ભાન અમલાન જાકે, હંસરાજ સેઇકાની સમકિત ધારી હૈ, હંસરાજ. સભ્યત્વ ધર્મને રંગ કેવું લાગે છે? જેનાં મૂળ જમીનમાં ઉંડા નહિ એ છોડ, ઉપાડીને બીજે રેપતાં સુખે રેપાય છે, અતિ મૂળ ઉંડો ઘાલી મેટું વધ્યું એવું વૃક્ષ, " ઉખડે ન ઉખાડે તે ત્યાં જ તે સુકાય છે, તેમ જેને ધમતણી ઉપલી અસર હોય, તેને બીજો સમજાવે તેમ સમજાય છે, પણું જેને રગે રગે વ્યાપી રહ્યા ધર્મ રંગ, 'ઉખડે ન ઉખડે તે નાસ્તિક તે થાય છે. ૨૪ - દલપત સમકિતના પ્રભાવવિષે પ્રશ્નોત્તર. પ્રશન–હે મહારાજ! જેનાથી જીવનાં સર્વ દુઃખ નાશ પામે એવા શુદ્ધ ધમને આપ પ્રકાશિત કરે, કે જેથી એ દુષ્ટ મિથ્યાત્વ દૂર જાય. ઉત્તર–હે ભદ્ર! એ કહેવાને અવસર હવે છે. કારણકે સમતિ પામ્યા શિવાય શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થતી નથી. તેથી જીવ સમક્તિ કેમ પામે છે? તે પ્રથમ કહું છું–માર્ગાનુસારી જીવની ભવ્યતા પાકીને પ્રોઢ શક્તિવાળી થાય છે અને તેથી તેને અપૂર્વ કરણના પરિણામની ધારા જાગૃત થાય છે. એટલે તે મિથ્યાત્વના મહા સહાયક, અનંત જન્મની રચનાને રચવાવાળા અનંતાનુબંધી ક્રોધ માન માયા લેભના ઉદયથી ઉપજતી અતિ સંલિષ્ટ રાગ દ્વેષરૂપ ગ્રંથિને છેદે છે. અનંતાનુબંધીની ચોકડીના ઉદયને બંધરૂપ પાપકમને વિનાશ થવાથી મિથ્યાત્વને ઉદય મંદ રસવાળો થઈ જાય છે, તેથી તેને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ નિકટ આવે છે, એ અવસરે તે માર્ગનુસારી આત્મા અનંતાનુબંધી કષાયના ઘરના રાગદ્વેષના ઉદયને વિનાશવાથી “અનિવૃત્તિ કરણ” નામના પરિણામવિશેષને પામે છે. તેણે કરીને તે આત્મા મિથ્યાત્વ મેહનીય કર્મના જેટલા ઠળીયા પોતાની સ્થિતિ પાકવાથી ઉદયભાવને પામ્યા હોય છે તેને, અને જેટલા અંતર્મુહૂર્તમાં ઉદય પામવાને ગ્ય • દળીયા સત્તામાં હોય છે તેને ઉપર કહેલા પરિણામ વિશેષવડે આકષીને ઉદયાવ તવવાર્તા,
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy