SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦y વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ નવમ જ્ઞાનદાન કરનાર પુરૂષને ધન્ય છે. उपजाति. विचित्रकर्मक्षयहेतुभूतं, श्रीशासनस्योन्नतिदानरूपम् । सर्वेषु दानेषु नृपोपदानं, श्रीज्ञानदानं रचयन्ति धन्याः ॥ ५॥ .. વિચિત્ર પ્રકારનાં કર્મોના નાશના કારણરૂપ એટલે જે જ્ઞાનદાન જૂદી જૂદી જાતનાં પાપ કર્મોનો નાશ કરનાર છે અને જે શ્રી જૈનશાસનની ઉન્નતિના દાનરૂપ છે અને સર્વ દાને માં જે રાજારૂપ એટલે જેમ મનુષ્યમાં રાજા શ્રેષ્ઠ છે તેમ સર્વદાનમાં આ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે એવા જ્ઞાનદાનને જેઓ આપે છે તે પુરૂષે જ સાચા ધન્ય છે અર્થાત્ ધન્યવાદને પાત્ર છે. પ. કલ્પસૂત્રનું માહાભ્ય. उपेन्द्रवज्रा. विलेख्य कल्पं विधिना श्रुतस्य, विधाय पूजां शुभधीः शृणोति । कृतोपवासो हृदि शुद्धभावो, भवे तृतीये लभते भवान्तम् ॥ ६॥ શ્રીકલ્પસૂત્રને વિધિ પ્રમાણે લખીને અથવા લખાવીને તે શાસ્ત્રની પૂજા કરીને ઉપવાસ સહિત હૃદયમાં શુદ્ધ ભાવવાળો અને શુભ બુદ્ધિવાળો (થઈને) જે પુરૂષ તે શાસ્ત્રનું શ્રવણ કરે છે, તે પુરૂષ ત્રીજા જન્મમાં મોક્ષ પામે શુભ શાસ્ત્રનું પવિત્રપણું. ઉપનાતિ. न ते नरा दुर्गतिमाप्नुवन्ति, न मूकतां नैव जडस्वभावम् । नैवान्धतां बुद्धिविहीनतां च, ये लेखयन्त्यागमपुस्तकानि ॥ ७॥ જે ધર્મયુક્ત મનુષ્ય ધર્મનાં પુસ્તકને લખાવે છે તે દુર્ગતિને પામતા નથી, મૂંગા થતા નથી, જડ સ્વભાવને, અંધપણાને અને બુદ્ધિહીનપણને પામતા નથી. અર્થાત્ પુનર્જન્મમાં પણ તેમાં કોઈ જાતની બેટ આવતી નથી. ૭. નિરભિમાન એ દાન, વિદ્યા અને વિવેકને શણગાર છે. વસન્તતિઢવી. दानं गुणो गुणशतैरधिको गुणानां, ___ विद्या विभूषयति तद्यदि किं ब्रवीमि ।
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy