________________
પરિ છે.
શાનદાન-અધિકાર.
પ૦પ '
एतद् द्वयं यदि स नाथयितुं विवेका, एतत्रयं यदि मदो न नमोऽस्तु तस्मै ॥ ८ ॥
જ્ઞાનરતર-(હીરાઝ હંસરાન કૃત). દાનગુણ તે ગુણોના સમૂહના કડાઓથી પણ અધિક છે અને જે દાનગુણને વિઘા શણગારતી હોય તે શું કહેવું? અને પુનઃ આ બન્ને (દાન-વિઘા) ને શોભાવવાને વિવેક હોય તે શું કહેવું? અને જો આ ત્રણે (દાન-વિદ્યા-વિવેક) હોય છતાં ગર્વ ન હોય તો તે પુરૂષ જરૂર નમન કરવાનેજ એગ્ય છે માટે તેને અમે નમન કરીએ છીએ. ૮
જ્ઞાનદાન કેવા પ્રકારનું હોય તેની સમજણ આહુત આગમમાં વારંવાર જ્ઞાન અને તેનાં સાધનોના દાનને મુખ્ય ગણેલું છે. આપણાં શાસ્ત્રાએ જે આવી સૂક્ષ્મ બુદ્ધિથી પુસ્તકદાનને મહિમા વર્ણવ્યું છે, તેને આજ કાલ આપણે ભૂલી ગયા છીએ અને નકામા માર્ગોમાં લાખ રૂપીઆ બગાડી દાન કર્યું, એમ ઠગાઈએ છીએ. જ્ઞાન અને તેના સાધનરૂપ પુસ્તક વિગેરેનું દાન કરવું, એ શાસ્ત્રસંમત છે અને તે કેઈ બ્રાહ્મણ વિગેરે યાચક વર્ગને અથવા મુનિવર્ગને જ કરવું એમ પણ નથી; જે યોગ્ય હોય, સમજવાને શક્તિમાન હોય, તેને કરવું એમ પણ શાસ્ત્રજ આપણને આજ્ઞા કરે છે. આપણું લેકે દાનને હેતુ સમજ્યા વગર એક તરફ જ વળે છે અને અમુક વર્ગને જ દાનના પાત્રરૂપ ગણે છે, એ મોટામાં મોટી ભૂલ છે. પુસ્તકને નામે લાખ રૂપીઆ વપરાય છે અને તેને ઉપયોગ બીલકુલ થતો નથી, તે આપણે નજરે જોઈએ છીએ. આપણુ મુનિઓને ભેટે ભાગ પુસ્તકોના સમૂહમાં જ વિદ્વત્તાની પ્રતિષ્ઠાને માનનારે થઈ પડે છે અને તેમના હૃદયમાં પુસ્તકોની મમતા ઘણી વધેલી જોવામાં આવે છે. આપણું કેટલીએક સંસ્થાઓ પણ તે કાર્યને ઉત્તેજન આપે છે અને મુનિઓનાં પુસ્તકના ગાંસડાઓનું માત્ર રક્ષણ કરવામાંજ પિતાની એક જાતની ઉપ
ગિતા બતાવે છે અને એ કાર્યને એક મહાન ગુરૂભક્તિમાં ગણે છે. સાંપ્રતકાળે આ પ્રવૃત્તિ અનુચિત ગણાવી જોઈએ, અને જ્ઞાનદાનને આ ઉપયોગ ” ન થવું જોઈએ. તે પણ અમારે સંતેષ સાથે જણાવવું જોઇએ કે કેટલાએક મુનિએ એ અયોગ્ય પ્રવૃત્તિને ધિક્કારવા લાગ્યા છે અને પિતાનાં પુસ્તકને બીજાએ લાભ લે એવી છૂટ આપવાને પ્રવર્તાવા લાગ્યા છે.
જ્ઞાનદાનને સર્વ દાનમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે જેમ ઝાડના મૂળમાં જળસંચનથી દરેક શાખા તથા પર્ણને તે જળ
* જૈનશાસન પુસ્તક પાંચમું-અંક દશમેતા. ૧૯ મી મે સને ૧૯૧૫.