SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનિધ-અધિકાર કવિ વિદ્વાન્ પુરૂષને સંબંધીને કહે છે. व्रततपोयमसंयमनाशिनी, निखिलदोषकरी मदिरां पिबन् । वदत धर्मवचोगतचेतनाः, किमु परं पुरुषस्य विडम्बनम् ॥ १६ ॥ ધર્મવચનમાં જેઓની બુદ્ધિ પ્રવિષ્ટ થયેલી છે એવા હે (સુજ્ઞ) પુરૂષ! કહો વ્રત, તપ, યમ, સંયમ વિગેરેને નાશ કરનારી અને સમગ્ર દેશને ઉત્પન્ન કરનારી મદિરાનું જે પાન કરી રહ્યા છે, તે પુરૂષને બીજું શું સંતાપ કરે છે? ૧૬. મદિરનું નિત્યકર્મ. श्रयति पापमपाकुरुते वृष, त्यजति सदगुणमन्यमुपार्जते । बजति दुर्गतिमस्यति सद्गति, किमथवा कुरुते न सुरारतः ॥ १७ ॥ મદિરામાં પ્રીતિવાળો પુરૂષ પાપનો આશ્રય કરે છે, ધર્મને નાશ કરે છે, સદગુણને ત્યાગ કરે છે અને અસત (દુષ્ટ) ગુણને મેળવે છે. તેમજ દુર્ગતિને પામે છે અને સદ્ગતિને નાશ કરે છે અથવા સુરામર મનુષ્ય બીજું શું કરતે નથી ? ૧૭. મદિરામત્તની યમલકમાં કઢંગી સ્થિતિ, नरकसङ्गमनं सुखनाशनं, व्रजति यः परिपीय सुरारसम् । बत विदार्य मुखं परिपायते, प्रचुरदुःखमयो ध्रुवमत्र सः ॥ १८ ॥ અત્ર જે મનુષ્ય નરકને આપનાર, સુખને નાશ કરનાર એવા દારૂના રસનું પાન કરીને પરલોકમાં જાય છે ત્યાં નક્કી યમના દૂતે તેનું મહતું ફાડીને ઘણા દુઃખને આપનાર લેઢાને રસ તેમાં રેડે છે. હા એ ખેદની વાર્તા છે. તે પણ પામર પ્રાણીઓ આ મંદિરના વ્યસનથી વિરમતા નથી. ૧૮. મદિરાને ત્યાગ કરવાનું કારણ पिबति यो मदिरामथ लोलुपः, श्रयति दुर्गतिदुःखमसौ जनः। इति विचिन्त्य महामतयस्विधा, परिहरन्ति सदा मदिरारसम् ॥ १९ ॥ જે લુપ (લુબ્ધ) મનુષ્ય મદિરાનું પાન કરે છે, તે નરક (તિ. યંચાદિ દુર્ગતિ) ના દુઃખનેજ આશ્રય કરે છે, એમ વિચાર કરીને મહા (વિ. શાળ) બુદ્ધિવાળા પુરૂષ મન, વચન, કાયા તથા કર્તા, કારયિતા, અનુદિતા એમ ત્રણે પ્રકારે સદા મદિરાના રસને ત્યાગ કરે છે. ૧૯,
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy