SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ www વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. અષ્ટમ મદિરાથી મત્ત થયેલે મનુષ્ય પૃથ્વીમાં પડીને તેના તળીયા સાથે વાર્તા કરવા માંડે છે અને ક્ષણમાં એકવા માંડે છે અને આવી સ્થિતિને લીધે સર્વ જનસમાજથી નિંદાય છે. તેમ કુતશનાં બચ્ચાં (કુરકુરીયાં) એ તેના મહેઢાને ચાટીને તેમાં મૂત્ર (લઘુ શંકા) કરે છેઆમ થવાનું કારણકે તે મનુષ્ય મદિરામાં આસક્તિને લીધે મત્ત થઈ ગયું છે, એટલે દેહનું ભાન નથી. જેથી આવી દુર્દશા થાય છે. ૧૨. - મદિરાપાનમાં હિંસા થાય છે. भवति जन्तुगणो मदिरारसे, तनुतनुर्विविधो रसकायिकः । पिबति तं मदिरामदलालसः, श्रयति दुःखममुत्र ततो जनः ॥ १३ ॥ મદિરાના રસમાં સક્ષમ કાયાવાળે વિવિધ પ્રકારનો રસકયિક-જંતુએને સમૂહ રહે છે. અર્થાત અસંખ્ય સમુર્ણિમ છે તેમાં ઉપજે છે ને મને કરે છે. મદિરાના મદથી લાલસા (ઈચ્છા) વાળે મનુષ્ય તે જંતુઓના સમૂહનું પાન કરી જાય છે. તેથી પરકમાં દુઃખને આશ્રય કરે પડે છે. એટલે નારકી આદિની પીડા પ્રાપ્ત થાય છે. ૧૩. મદિરાથી થતી હાનિ. व्यसनमेति तनोति धनक्षयं, मदमुपैति न वेत्ति हिताहितम् । क्रममतीत्य तनोति विचेष्टितं, भजति मयवशेन न कां क्रियाम् ॥१४॥ મદિરાથી મત્ત થયેલ મનુષ્ય (અફીણ વિગેરેના) વ્યસનને પ્રાપ્ત થાય છે અને તેથી ધનનાશ કરે છે. મદ (ગર્વ) ને પામે છે. તેમ હિત-અહિતને પણ જાણતા નથી અને ક્રમ (નીતિના માર્ગ) નું ઉલ્લંઘન કરીને વિલક્ષણ આચરણ કરે છે એટલે કે-મઘને આધીન થઈ મનુષ્ય શું ક્રિયા કરતે નથી? ૧૪. મદિરાને વળગાડ, रटति रुष्यति तुष्यति वेपते, पतति मुह्यति दीव्यति खिद्यते । नमति हन्ति जनं ग्रहिलो यथा, यदपि किश्चन जल्पति मद्यतः ॥१५॥ વળગાડથી પીડાયેલાની માફક માંથી મનુષ્ય બરાડા પાડવા માંડે છે, ક્રોધાધીન થઈ જાય છે, ક્ષણમાં મનમાં ખુશ થઈ જાય છે, કંપવા માંડે છે, પૃથ્વી ઉપર પડી જાય છે, મેહ પામે છે, જુગાર ખેલે છે, ખેદાતુર થઈ જાય છે, બીજાને નમવા માંડે છે અને ક્ષણમાત્રમાં મનુષ્યને મારી નાખે છે અને જે કાંઈ (ન બોલવાનું) બબડ્યા કરે છે એટલે બેભાન સ્થિતિને ભેગવે છે. ૧૫.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy