________________
(૨૨), " જેવું મન (મનના વિચાર) હોય તેવી વાણી હોય અને
જેવી વાણી હોય તેવી જ ક્રિયા-કાર્યપ્રવૃત્તિ હૈય: ચિત્તમ, વચનમાં અને ક્રિયામાં સાધુપુરુષની એકરૂપતા હોય છે.
સજન અને પ્રાકૃત અથવા પતિત કે દુજનની વચ્ચે એક મોટો તફાવત છે અને તેના પર અહીં મુદ્દામ રીતે ધ્યાન ખેંચવામાં આવ્યું છે. ચાલુ વહેવારુ ભાણસ હશે તે ધર્યાખ્યાન વખતે, નવરાશની વાતે વખતે કે પાંચ માણસમાં બેઠા હશે ત્યારે તે એવા ઠાવકો વિચારો બતાવશે અને બીજાની પંચાત કરતી વખતે એવી મોટી મોટી વાતો કરશે અને સગુણ પર એવા વિચારો અને ભાષણે આપશે કે સાંભળનારને જરૂર એમ જ લાગે કે એ ભાઈ તો રાજા હરિશ્ચંદ્રના અવતાર છે, કે એ ભાઈ ધર્મરાજાની બીજી આવૃત્તિ છે. પણ એ વર્તન કરે ત્યારે એને કાળાં બજાર કરતાં આંથકો નહિ. આવે, એને માલની ભેળસેળ કરવામાં ખચકો નહિ આવે, એને ઓછો માલ તળી આપવામાં સંકોચ નહિ થાય, એને પાકો રંગ કહી વેચવાની ચીજ પાણીમાં પડે કે એમાંથી રંગના પ્રવાહો ચાલશે: એ ઉત્તર દિશા બતાવી પશ્ચિમે દેખાશે, એ ધણીને કહેશે ધાડ અને ચેરને કહેશે નાશ-આવા લક્ષણવાળા અને કોઈ જાતના વિશુદ્ધ આદર્શ વગરના પિતાના ગોળા ગબડાવનાર પ્રાકૃત માણસ પણ હોય છે. એ “હે ચેતન ! હે ચેતન !' કરતો જાય અને પોથીમાંના રીંગણાં અને ઝેળીમાંના રીંગણું વચ્ચે તફાવત છે એના તન- થી અને વ્યવહારથી બતાવી આપે. . - જ્યારે ખરેખર સજજન હશે તે વિચારશે તેવું બેલશે, બોલશે તે પ્રમાણે વર્તશે અને એને ગમે તેટલે તવે, એની