________________
T
ૌશલ
જરા પણ ફેર પડે નહિ, જેના વિચારમાં કે વ્યવહારમાં તલ જેટલો પણું તફાવત પડે નહિ, જે અનુકૂળ કે વિપરીત સંગેમાં હરખાઈ કે કુછવાઈ જાય નહિ તે જ “મહાન”ના નામને યેય છે. આફતમાં એ લાંબે હાથ ન કરે, આતમાં એ છાતી કૂટવા બેસી ન જાય, અગવડમાં એ ગાંધેલ ન થઈ જાય, માણુની ચઢતીમાં એ ફૂલીને ફાળકે ન થતું જાય, લાઓના વૈભવ કે હવેલીના વસ દરમિયાન એને પોતાની પહોળાઈના પ્રમાણમાં શેરી સાંકડી ન લાગે.
આવી રીતે ખરા મોટા માણસમાં સારા ચઢતા દહાડામાં જેવી ગૃહસ્થાઈ હય, જેવી સભ્યતા હોય, જેવી સજજનતા હોય, જે વિવેક નહોય તે જ તેવા જ આકારનો વિવેક અને તેવી જ ગૃહસ્થાઈ, સભ્યતા અને સજજનો મેળાવાંકા દિવસમાં પણ હોય. અને એ જ એની મહત્તા છે. જે માણસ આફતમાં હાંફળાફાંફળા થઈ જાય, જે પૈસા જતાં કે ઘરમાં આકરું મરણ થતાં માથું કૂટવા માંડે કે કૂવે પડવા દેડી જાય તેનામાં “મહાનતા” નથી એમ સમજવું. જે ત્રણ કાળમાં એકસરખે રહે, જેની એકાંતમાં અને જાહેરમાં જીવનસરિતા એકસરખી વહે, જે કટાક્ષ કે કડવાશથી દૂણાઈ ન જાય, જે પ્રશંસા કે ખુશામતથી ફૂલી ન જાય, જે નિંદાથી ગભરાઈ ન જય, જે બિરદાવલીના શ્રવણથી છલકાઈ ન જાય, તે મહાન છે, તે સજ્જન છે, તે પુરુષ છે; તે લાધ્ય છે, પ્રશંસનીય છે, વંદનીય છે, ધર્મરત્નની પ્રાપ્તિને યોગ્ય છે અને અંતે અનંત સુખ પ્રાપ્ત થાય તે ભાગે ચઢી ગયેલ છે.
संपत्तौ च विपत्तौ च महतामेकरूपता ।