________________
ધર્મ કૌશલ્ય
[૩૫]
(૧૮)
જીવનમાંથી આપણે માટે જેટલું બધું મળી શકે તે લેવા માટે આપણે અહીં આવ્યા નથી, પણ બીજાના જીવનને વધારે સુખી કરવા માટે બનતે પ્રયાસ કરવા અહીં આવ્યા છીએ.
આપણે અહીં શા માટે આવ્યા છીએ? બને તેટલો પૈસે એકઠા કરવા, કે બેન્ક ખાતામાં મેઠી પુરાંત બતાવવા કે રાત્રે સ્વચ્છેદે રખડવા કે પરિણામની વિચારણું કર્યા વગર અકરાંતીઆ થઈ માલમિષ્ટાન્ન ખાવા કે ન પીવા થોગ્ય પીણું પી જાત પર કાબુ બેઈ બેસવા ? અથવા તો આપણે ઉદ્દેશ અહીં ગાયને કે સંગીત સાંભળવા માટે છે કે આ દિવસ અફળાષ્ટકૂટાઇ વેપારધંધાના એકદેશીય ચકરાવામાં ક્યરાઈ ભરવાને છે? કે હેત છે ? કે નામના કરવા માટે છાપામાં કોઈ રીતે નામ પ્રકટ કરાવવાનો કે માનપત્રો મેળવવાને કે કોઈ અજાણ્યા ખૂણે પડેલી કોઈ સંસ્થાના પ્રમુખ કે હોદ્દેદારનું બિરુદ મેળવવાને છે કે સરકાર પાસેથી ખાનબહાદુર, રાવસાહેબ કે રાયબહાદુરનો ઇલકાબ મેળવવાના છે? કે તદ્દન નાના વર્તુળના શેઠીઆ ગણવાને કે મોટા સદા, રેસ કે જુગારમાં હજારોને પાયમાલ કરી અંતે પિતાને પાયમાલ કરવાનું છે ? આપણે ઈરાદો શું છે ? કેટલા મળે તે મોક્ષ થયે ગણાય ? કેટલા ડુંગરા ખડકાય તે જીવન સફળ ગણાય? ખરી રીતે આ સર્વેમાં આપણે સવાઈ • છે, આપણું માન્યતા પ્રમાણે આપણું નામના છે અને આપણું મહત્તામાં માનેલું સાચું ખોટું ગૌરવ છે. આ સર્વ મમધ્યસ્થાને “હું અને મારું' છે, એમાં મમતા અને માયા છે, એમાં ચોખા સ્વપણને આગ્રહ છે, એમાં નિર્ભેળ અલ્પ સત્ત્વનું પ્રક્શન છે.