________________ [ 34] કૌશલ્ય . વધીએ. અનંત જ્ઞાન દર્શનને ધણી, મહાન શક્તિમાન, તેજસ્વી, ઉદાત્ત આત્મા જ્યારે વિષયકષાયમાં પડી જાય છે, જ્યારે દેધથી લાલચળ થતે દેખાય છે, જ્યારે કપટ જાળની ગૂંચમાં અટવાઈ જાય છે, જ્યારે સ્ત્રી સાથે વિષયસેવન કરે છે, ટૂંકામાં સંસારના કામમાં ઓતપ્રેત થતે દેખાય છે, ત્યારે કનકભૂષણમાં જડવા યોગ્ય હીરાને લોઢામાં જડ્યા જેવો એ દેખાય છે. આ ભારે ખેદને વિષય છે, જોતાં ગ્લાનિ ઉપજાવે તેવા તેના ભવાડા કરાવે તેવી બાબત છે. એમાં પડનાર અને યોજનાર એ પોતે જ છે. માત્ર એને ચેતવનાર કોઈ મળતો નથી. નહિ તે અનંત વીર્યના ધણીના આવા હાલહવાલ હેય ? મહાન તેજસ્વી સૂર્યની આગળ આવા અંધારા હેય ? ભવ્ય વ્યામમાં ઉડ્ડયન કરનાર આવી ભૂમિમાં આળોટતા હોય ? આ અતિ ખેદ કરાવે તેવી બાબત છે; અયોગ્ય મેળથી દિલ ઉશ્કેરે તેવી બાબત છે અને જરા વિચારવાથી કે આંતરત્યક્ષ ખેલવાથી દેખાઈ આવે તેવી હકીકત છે; માટે વિચારે. સેનામાં બેસવા ને સેનામાં બેસાડે. કનક ભૂષણને યોગ્યને મૂલ્યવાન ધાતુમાં મૂકો. એમ કરવામાં તમારી અલ્પ આવડત અને અણઘડપણની કિમત થાય છે. હાથી તે રાજદરબારે શોભે, એને ઉકરડે બંધાય નહિ અને એવી કોઈ ભૂલ કરે તો ભૂલ કરનારમાં મીઠાની ખામી છે એમ વાત થાય. कनकभूषणसङग्रहणोचितो, यदि मणिस्त्रणि, परिधीयते। .. न स विरौति न चापि हि शोभते, भवति योजयितुर्वचनीयता। પંચતંત્ર: