________________
[૧૮]
ધણ કોશકય અફળાવવી એ કોધના વ્યક્ત સ્વરૂપ છે. રીસ કરવી, અબોલાં લેવાં, ઉમ સ્વરૂપ ધારણ કરવું કે બકબકાટ કરવો એ એના આવિભવે છે.
આવી જાતના ક્રોધથી પિતાની જાત પર અંકુશ ચાલ્યો જાય છે, વિવેકને તિલાંજલિ મળે છે, યદાતડા વચન અને વર્તન થઈ જાય છે અને સંયમનો નાશ થઈ જાય છે અને સંયમ ગયે એટલે ધર્મનું એક આખું મુખ્ય અંગ નાશ પામી ગયું. અહિંસા, સંયમ અને તપ પર ધર્મની રચના છે, તેમાં ક્રોધને અને સંયમને વિરાધ છે અને પરિણામે અહિંસાને પણ નાશ થઈ જાય છે. તપ કરનાર ક્રોધ કરે તો અજીર્ણ થઈ જાય છે અને ધર્મશરીર માંદું પડી જાય છે. એટલે સંસારના બંધનને પાર્ક કરાવનાર ક્રોધ છે અને આખા ધર્મને જ જે ક્ષય કરી નાખે તે પછી કાંઈ રાખી શકતો નથી. ઇંધી રાજાઓ પતિત થઈ જાય છે, ક્રોધી મુસદી ન કરવાનું કરી બેસે છે, ક્રોધી સેવક સેવાભાવ વિસારી આળપંપાળમાં પડી જાય છે અને ધી માણસને ઘરનાં સગાંસ્નેહી કે મિત્રો સાથે ચાલુ કલેશ થાય છે. તેટલા માટે ધમરત્નને મેળવવાની ઈચ્છાવાળાએ પિતાના સ્વભાવ પર કાબૂ પ્રાપ્ત કરવો ઘટે અને ક્રોધનો સર્વથા ત્યાગ કરી ક્ષમાગુણ વિક્સાવવો ઘટે. એ રીતે સજન-ગૃહસ્થ થઈ શકાય.
क्रोधो मूलमनर्थानां, क्रोधः संसारबन्धनम् । धर्मक्षयकरः क्रोधस्तस्मात्क्रोधं विवर्जयेत् ॥
સુભાષિત