________________
ધર્મ કૌશલ્ય
(૧૫) કઈ પણ માણસ ગુસ્સે થઈ શકે છે એ સહેલી વાત છે, પણ તદ્યોગ્ય માણસ પર ગુસ્સે થવું, ગુસ્સે થવામાં મારે કેટલો ચડાવે, કયા વખતે ગુસ્સે થવું, ખરા કારણે-પ્રસગે થવું અને બરાબર રીતે ગુસ્સે થવું, એ એટલી સહેલી વાત નથી.
ગુસે થવું એ તે બહુ સહેલી વાત છે. જેના ખ્યાલમાં ક્રોધનું સ્વરૂપ ન આવ્યું , જે ક્રોધને બંધના અટકાવનાર તરીકે કે સંયમના ઘાતક તરીકે ન ઓળખતા હોય તે જરા ઉત્તેજક પ્રસંગ મળે કે ક્રોધ કષાયને વશ પડી જાય છે. વહેવારમાં ક્રોધ કરવાના પ્રસંગે કોઈ કઈ વાર આવી જાય છે, તે સમયે ક્ષમાગુણ કેળવવો એ તે બહુ સારી વાત છે, પણ જેનાથી તે ન બને તેણે ક્રોધ કરવામાં પણું અલ રાખવી પડે છે, નહિ તે એડનું ચેડ વેતરાઈ જાય, સામે માર ખાઈ જાય, તેના પર નાલેશીની ફ્રજદારી થાય. મોટી રકમ દંડ કે નુકશાનીની આપવી પડે અને દુનિયામાં અપયશ ફેલાઈ જાય; માટે ક્રોધ કરનારે પણ ઘણે વિવેક રાખવા જેવો છે. તેમાં રાખવાની સંભાળ પર વિચાર કરતાં ક્ષમાગુણ માટે નીચેની બાબતો વિચારવા જેવી થઈ પડે છે.
(૧) ગમે તેના પર ગુસ્સે ન થવાય. નોકર શેઠ પર ગુસ્સે થાય તે પાલવે નહિ, તેમાં તે ફાવે નહિ. કાં તે નોકરી જાય અથવા માર ખાઈ બેસે. સામે ગુન્હેગાર હવ, ગુન્હ કરતાં પકડાઈ ગયો હોય તે તેના પર ગુસ્સે થવું એ સમજી શકાય તેવી વાત છે. બાકી જયાં ત્યાં દુર્વાસાની જેમ ફૂંફાડા મારવા નહિ. (૨) આટલી જ મહત્ત્વની વાત ગુસ્સો 2 ચઢાવ તેની વિચારણામાં આવે છે. થાળ કરનારને ધોલ