________________
[૯]
ધર્મ કોશલ્ય
મૂકી શકે છે. ગજસુકુમાળના માથા પર ખેરના અગારા એને સગા સાસરે કે ત્યારે પણ ક્ષમા રાખે તે તે અતિ ઉચ્ચ કક્ષાને દાખલો ગણુય, પણ દરરોજના પ્રસંગમાં સામે ધમધમાટ કરતો આવે ત્યારે મગજને કાબૂ ન ગુમાવનાર તે ઘણું જોઈએ છીએ અને તેમાં એની નિર્બળતા કે અંશક્તિ ગણાતી નથી. એની શક્તિ સામા પર અને જેનાર પર જરૂર છાપ પાડે છે અને તેટલા માટે ક્ષમાને બહાર માણસનું ભૂષણ ગણવામાં આવી છે.
* સામે ઘા કરે, તમે ગુસ્સે ન થાઓ, સામાને ઘા ખાલી જાય અને તમે હે બગાડવા કે દાંતિયાં કાઢવાને બદલે હસી પડો કે ઉપેક્ષા કરી ત્યારે તેની અસર સામા ઉપર વશીકરણ જેવી થાય છે અને તે જે જરા પણ વિચારક કે કુશળ માણસ હોય તે તમને નમી પડે છે, તમારાં ચરણને ભેટી પડે અને તમારે અને એને સંબંધ જીવતે થઈ જાય છે, જામી જાય છે, તમારા જીવનને ભાગ બની જાય છે, માટે આવા વશીકરણને યાદ રાખજે, એને પિતાનું બનાવજે, એનાથી રાચજે અને એના પડખાં સેવવામાં તમારે અહીં અને સર્વત્ર વિજય છે, તમને એમાં અખૂટ આનંદ છે અને તમારી સાચી શક્તિનાં એમાં મૂલ્ય છે એમ સમજજે. ક્ષમાથી સંબંધ બંધાય છે, ક્ષમાથી ગયેલ સંપત્તિ મળે છે, ક્ષમાથી ચારિત્રનું સામ્રાજ્ય મળે છે અને ક્ષમાથી સર્વ મળે છેમાટે એ મહાદેવીને પિતાની બનાવશે તે લી. સીધી ઘેર ચાલી આવશે.
क्षमा बहमशक्तानां शक्तीक भूषणं क्षमा । क्षमा वशीकृतिलोके, क्षमया किं न सिध्यति ।
સુભાષિત