SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કૌશલ્ય [૫] (૧૩), અશકત માણસનું બળ ક્ષમા છે. શક્તિશાળી માણસનું ભૂષણ ક્ષમા છે, ક્ષમા લેકમાં વશીકરણ છે. ક્ષમાથી શું સાધી શકાતું નથી ? સજ્જનપણાનું, ગૃહસ્થાઈનું બીજું લક્ષણ ક્ષમા છે. એટલે કે જે મનુષ્યને પિતાની ગણના ગૃહસ્થમાં કરાવવી હોય અથવા જેની ભાવના કે જેનો આદર્શ ગૃહસ્થ (gentleman) થવાનો કે રહેવાનો હોય તેણે ક્ષમા રાખી જીવનને આખે ઝોક ઘડવો જોઈએ. જે માણસ જરા પિતાની ઈચ્છા વિરુદ્ધ કોઈ વર્તન કરે, કોઈ જરા પિતાને અવર્ણવાદ બેલે, જરા ઘસાતું બેલે, જરા વેપારમાં નુકશાન કરે છે તેના ઉપર ગુસ્સે થઈ જાય તે માણસ ફાવે નહિ, તે માણસમાં ચારિત્ર રમણ કરે નહિ, તે માણસ પ્રગતિ માર્ગમાં આગળ પગલાં ભરી શકે નહિ, તેનું પ્રયાણ સાધ્યને માર્ગે આગળ ધપે નહિ. માનસવિધાની નજરે જોઈએ તે ક્ષમા મન ઉપર ભારે અંકુશ બતાવે છે, મતવિકાર પર વિજય સૂવે છે અને અશક્તને પણ બળ આપે છે. એક વાત ખૂબ ચીવટથી સમજવા જેવી છે. નબળા કાચાપોચા માણસે ક્ષમાવાન હતા નથી, થઈ શક્તા નથી અને ઢોંગ કર્યું ક્ષમા પિતાને વરી શકતી નથી. અશક્તિમાન મનુષ્ય સાધુપણાને સ્વાંગ ધારણ કરે તો થોડા વખતમાં એ અણીને વખતે પિતાના મૂળ સ્વરૂપમાં પ્રકટ થયા વગર રહી શકતો નથી. ખરે સશા. માણસ હોય તે જ ગમે તેવા સાદા કે આકરા પ્રસંગમાં પિતાનું મન પર કાબૂ રાખી શકે છે અને એ વાતની ટેવ પડ્યા પછી તે ગમે તેવા ઉત્તેજક પ્રસગે આવે ત્યારે પણ એ પોતાની જાત પર અંકુશ
SR No.023349
Book TitleDharm Kaushalya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Atmanand Sabha
Publication Year1959
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy