________________
[૨૪]
ધર્મ કૌશલ્ય
માંડી તે પછી તે પાઘડીપને લાંબી ને લાંબી થતી જ જાય છે અને આકાશનો છેડો આવે તે જ તેને છેડે આવે છે. ધનનું પણ એવું જ છે. હજારે ન કરે, તેને લાખ થયે ધરવ થતું નથી અને લખવાળાને દશ લાખે મન ભરાતું નથી. એટલે ધનવાન કેણ અને ગરીબ કોણ એને નિર્ણય કરવાને જ હેય તે તેનું મૂલ્યાંકન તેની પાસે કેટલું છે તેનાથી થતું નથી, પણ એના મનની આશા ઈચ્છાઓ કયાં સુધી પહોંચી છે અને એને હજુ કેટલું ડોળાણું બાકી છે તે પર એનો નિર્ણય થાય છે.
- આશા તૃષ્ણની તરતમતા અથવા કમી જાસ્તીપણુ પર ધનવાન ગરીબના વર્તુલને નિર્ણય થતું હોવાથી જેની પાસે વધારે મેટી ઈચ્છા તેને ગમે તેટલું હોય તે પણ એ હજુ ઘસડાયા જ કરે છે, અંધારી રાત્રે બાર વાગ પણ એ એની પાસે નદીમાંથી લાકડાં ખેંચાવે છે અને માથે એક બાલ કાળો ન રહ્યો હોય તેવાને પણ જૈફ વયે સરવૈયા કરાવે છે. એટલે ગરીબાઈ કે તાલેવંતપણું એ પણ અપેક્ષિત બાબત છે. અધ્યાસ ઘટે, આશા હઠી જાય, મનમાં તેષ થઈ જાય તે તે રાજા મહારાજા છે અને નહિ તે સેનાને હીરાજડિત બળદને શેઠ હોવા છતાં એ મમ્મણ શેઠ છે. આ દષ્ટિએ સતિષીને સાચું સુખ છે. એ મહારાજા તાલેવંત છે, એ એનાં રાજ્યમાં મહાલે છે, જ્યારે તણાવાન પારકી આશાને દાસ બને છે. .
. Wealth, after all, is a relative thing, since be that has litýle, and wants less is richer than he that has much but wants more.
COLTON.