________________
[20]
ધર્મ કૌશલ્ય
. (૯) શાંત ચિત્તવાળા સતિષ અમૃતથી ધરાયલા મનુષ્યને જે સુખ છે તે અહીંતહીં દોડાદોડ કરતા ધનના લેબીને કયાંથી હોય?
જીવનયાત્રામાં સતિષીને જે સુખ છે તે ધનની લાલસાવાળાને, કીર્તિની પાછળ દડવાવાળાને, અહીંથી લઉં કે પણેથી લઉં, આની પાસેથી લઉં કે પિલાની પાસેથી પડાવી લઉં એવી ઈચ્છાવાળાને મળતું નથી. બાજરાને રોટલો ખાઈ પાણીથી પેટ ભરનારને સુખે જે ઊંધ આવે છે તે લક્ષ્મીની સેવા કરનાર અને તેની પાછળ દેડનાર લાખની ઊથલપાથલ કરનારને કલ્પનામાં પણ આવતી નથી. ધનની ઈચ્છાવાળા અને લાખની હેરફેરવણ કરનારને શાંતિ મળતી નથી, હાશ કરીને બેસવા વારે આવતો નથી અને આશાતષ્ણુને દાસભાવમાંથી એને છૂટકારે નથી.
અને સતેષની વાતે વિચારતાં પણ શાંતિ થઈ જાય છે. ગરીબાઈને ખાદીની સાડી મળે અને જે સતિષ થાય તે કપાટમાંથી એક પછી એક સેંકડો સાડીમાંથી એક પહેરવા માટે શોધનારને થતા નથી અને પાડેશીની નવી સાડી તરફ લલના લાગે તે વખતે કપાટમાંની સે પચાસ સાડીઓ નકામી થઈ પડે છે. મનમાં સંતોષ થઈ જાય તે પછી ખાદીની સાડી કે બનારસી સેનેરી સાડીમાં કેવાયલમાં કાંઈ ફેર પડતો નથી. એ તે મનના વાંધાઓ છે અને કલ્પનાના તરગે છે. અંતેષ ખરેખર અમૃત છે, બત્રીસ કોઠે દીવા કરનાર . અમી છે, આનંદરસમાં ઝબોળી દેનાર અમેઘ વીર્ય છે અને આખી જિંદગીમાં તાઝગી લાવનાર વિશુદ્ધ રસરાજ છે. જેને એ રસમાં આનંદ આવે છે તે જીવનની લહાણુ પેટ ભરી ભરીને પીએ છે.