________________
ધર્મ કૌશલ્ય
[૫]
દેશ કર્યો છે? કેણ મિત્ર છે? સમય કયે વર્તે છે? આવક અને વ્યય કેવા છે? કેણુ છું ? મારી શક્તિ કેવી છે? આ વાતનું ચિંતવન વારંવાર કરવું..
પ્રાણુએ જે પિતાનું શ્રેય સાધવું હોય તે આત્મચિંતવન વારંવાર કરવું જોઈએ. પિતાની શક્તિની ખરી તુલના, પિતાની મયદાનો ખરે કયાસ, પોતાની શક્તિનો થતે હાસ, પિતાની તકને થતો વિનાશ, પિતાની આવડતનો નિરર્થક નાશ અને પિતાની ગણતરી કે સ્પષ્ટ ખ્યાલની ગેરહાજરીમાં થતે અલ્પ લાભ જે માણસ વિચારે તે ઘણે ફેરફાર કરી આખા જીવનપ્રવાહમાં મેટ ફેરધર કરી શકે. હકીકત એવી બને છે કે વિચારણની કે તપાસની ગેરહાજરીમાં માણસ પવન આવે તેમ દોરવાય છે, ઝપાટા આવે તેમ ઝડપાય છે અને ઘણે ભાગે પાછળથી ધક્કો લાગે અને ગાડી આગળ ચાલે તેવી તેની શા થાય છે, અને સઢ વગરના વહાણની પેઠે એ ભરદરિયે આમતેમ કુટાય છે. પાતાની શક્તિનો, પોતાની તકોને, પોતાના દેશ કાળને, પિતાના સંબંધનો, પોતાની અલ્પતાઓને, પોતાના ઉત્તેજકોને, પિતાના નિદકોને, પિતાના હિતસ્વીઓને અને પોતાની ખાસ સગવડે અને અનુકૂળતાઓને જે પ્રાણુ વિચાર કરે છે તે નિરર્થક પ્રયત્નોને તિલાંજલિ આપી શકે છે, શક્તિનું માપ લઈ તદનુસાર પિતાની બાજુ માંડે છે અને પોતાને ગેટે ચઢાવનાર, ખુશામતી આ કે વિરોધીને બરાબર ઓળખી તેમનું માપ કરી પોતે પોતાના કદ, પ્રમાણે કપડું કાપે છે અને ગજ કાતરને સાચે અને સારા ઉપયોગ કરે છે.