________________
ધર્મ કૌશલ્ય [૧૧૭] સ્થિતિ પર ક્યા કરે, એના રખપાટા માટે ખેદ કરે અને ક્ષમા કરવામાં પોતે કાંઈ ખાવાને નથી એ વિચારે ઠંડો પડી જાય. ક્ષમા નબળા માણસથી ન થાય, એ તો ખરા વીરપુરુષને જ વરે. એને ક્ષમા કરવામાં કર્તવ્યનિષ્ઠા લાગે, એને ક્ષમા કરવામાં ગૌરવ લાગે અને એને ક્ષમા કરવામાં શૂરવીરને પાસ લાગે, ક્ષમા એ કાચાપોચાનું કામ નથી, નબળા સબળાને વિલાસ નથી, પાકા રસિયા સંસારીનું વહન નથી.
પણ કોઈ ગુન્હેગારને, આવું બોલવારને, નુકસાન કરનારને, ગાળ આપનારને કે હુમલે કરવાર કે બેટા આક્ષેપ કે બદનક્ષી કરનારને ક્ષમા આપવી એ કઠણું વાત છે, આકરી બાબત છે, મન પર અસાધારણ કાબૂ દાખવનાર હકીકત છે. મારમાર કરતે સામેથી માણસ આવતો હોય, તેને મારી હઠાવવાની પોતાની તાકાત હોય. અને છતાં હાથ ન ઉગામો, પણ સામા બે હાથ ધરી એને માફી બક્ષવી અથવા ઊલટી તેની માફી માગવી એ ખૂબ આકરી બાબત છે. પણ આકરી છે એટલે જ એને મહિમા છે. ડંખનાર ભયંકર ચંડકૌશિકને ક્ષમા આપનાર, તેને ઠપકારવાને બન્ને ઉપદેશ આપનાર અને તેને ઠેકાણે લાવનાર વીલા તે કઈ વીર” જ હોય, પણ એનું અનુકરણ કરી ક્ષમા આપનાર કે ઊલટી માફી માગનાર તે જલે જ હોય છે. એવા ક્ષમા કરના કે માગનારને ભવસમુદ્ર તર સહેલે પડે છે. એને વિકાસ સત્વર થાય છે અને એ સાધ્યને રસ્તે છે એમ દેખાય છે.
મારી હાથ ધરવા બાબત
It's difficult to apologise, but it always pays,
Thoughts of the Greats