________________
[ ૧૧૬]
ધર્મ કૌશલ્ય
(પ૨ )
ક્ષમા યાચવી કઠણ પણ કલ્યાણકારી છે.
સંસારમાં રખડાવનાર, માણસને જનાવર બનાવનાર, મગજ ઉપરનો કાબૂ ગુમાવનાર પરિપુ જાણીતા છે. કામ, ક્રોધ, લોભ, મેહ, મદ અને મત્સર. જૈન પરિભાષામાં ચાર કષાયો એટલા જ ભયંકર છે અને સંસારના મૂળ છે. એ અનુક્રમે ક્રોધ, માન, માયા અને લોભ છે. એમાં ક્રોધ તે માણસને લાલ પીળ બનાવી દે છે, માણસાઈ ગુમાવી દે છે અને બેધ, સમજણ કે ઉપદેશને દૂર હડસેલી મૂકે છે. એને અંગાર મળે એમ એ વધતું જાય છે અને પ્રથમ તે કરનારને સળગાવી મૂકી પોતાની અસર ચારે તરફના વાતાવરણમાં રેલાવે છે. ગમે તેવા તપસ્વી, ત્યાગી કે વૈરાગીને ક્રોધ હેય તે તે પિતાનું સર્વસ્વ ગુમાવી બેસે છે, પિતાની જાતને ભૂલાવી દે છે અને પિતે અહીં થોડાં વર્ષને મેમાન છે એ વાતને પણ વિસરાવી દે છે.
ખાવા પ્રકારના ફોધ પર સંયમ રાખવાનું શસ્ત્ર “ક્ષમા” છે. ક્ષમા જેના દિલમાં વસે છે તેને પિતાની જાત પર સંયમ આવે છે, કાબૂ આવે છે, વાણું અને વર્તન પર અંકુશ આવે છે અને એના જીવન તરક્કા ખાલ વિવેકસરના, આડંબર વગરના અને રીતસરના અંધાઈ જાય છે.
ક્ષમા એટલે અહિંસક ભાવનું પિષણ. ક્રોધ હિંસામાંથી જન્મે છે, ત્યારે ક્ષમા અહિંસામાંથી જન્મે છે. માણસ જ્યારે પિતાની જાતને વિચાર કરે, પિતાનું સ્થાન લક્ષમાં રાખે, પિતાનું અહીંનું વસવાટ,
સ્થાન અને તેને સમય વિચારે ત્યારે તે વિચારમાં પડી જાય છે, ઘડી બે ઘડી માટે ગાંડા ગદડવા, કોઈ પર ગુસ્સે કરી ધમપછાડ કરવા અને એલફેલ બોલવું એ સમજીને ન છાજે, એ તે સામાની