________________
(૧૦૦]
ધર્મ કૌશલ્ય
(૪૬)
માતાની કુક્ષિરૂપ અપવિત્ર ગુફામાં ઘણું ઘણું કલેશને સહન કરીને અને ત્યારપછી જન્મ પામીને અનેક મેટાં મોટાં કષ્ટોથી હેરાન થાય અને એમ કરતાં સુખના આભાસવડે કપેલ વિષયસુખમાં કઈ પણ પ્રકારે સંતાપના છેડાને જ્યાં સ્પર્શ કરે ત્યાં તે મરણની બહેન જરા-વૃદ્ધાવસ્થા શરીરને કેળિયે કરી જાય છે.
સંસારના સુખની આવી દશા છે ! જ્યાં સુખ નથી ત્યાંથી સુખ મેળવવાના ફાંફાં મારવાં અને પછી ધકેલા ખાવા. એ સુખની પાછળનો આ ખ્યાલ વાહિયાત છે, પ્રયત્ન વંધ્ય છે અને પ્રયાસો પાંગળા છે. આપણે એક જુદા દૃષ્ટિબિન્દુથી આ સુખ પાછળના ઉધામા નિહાળીએ.
વાત એ છે કે જ્યાં વસ્તુતઃ સુખ નથી, જેને મારીમચડીને સુખ ગણવામાં આવે છે, જે સુખની પાછળ દુઃખ ઊભું જ છે અને
જ્યાં સુખની સ્થિરતા કે સ્થાપિતા નથી ત્યાંથી માણસ સુખ મેળવવા વલખાં મારે છે. આપણે એને આખે ક્રમ સક્ષેપમાં જોઈ જઈએ.
માતાને પેટમાં ૨૮૦ દિવસ શું સુખ હેય! ત્યાં તો નાનકડી ગુફા, ઘોર અંધારું અને હાલવા સળવળવાની પૂરી જગ્યા પણ નહિ અને ચારે તરફ લોહી, હાડકાં અને વિષ્ટા ભરેલાં હોય ત્યાં સુખને સવાલ જ ન રહે. જેમ તેમ કરતાં એ ગુફામાંથી બહાર નીકળવાનું થાય, એટલે બાળપણની પરાધીનતા, ટગમગ પગે ચાલવું, ભણવું, ટંકારા ખાવા અને જેમ તેમ કરીને દુનિયામાં દાખલ થવું. આ સર્વેમાં