________________
ઘર્મ કૌશલ્ય [૨૯] કે ખૂબ ખાવાથી અપચો, અજીર્ણ કે દુઃખાવો થાય અને મંદવાડના ખાટલા ગાઠવાય. એમાં સુખ શું ? અને કોઈ તમારી નજરે સુખી લાગતા માણસને એકાંતમાં મળી પૂછશે તે તમને જણાશે કે તેની પાસે ગમે તેટલી સાહ્યબી હોય કે એ મૈટરમાં ફરતા હોય કે તેના હુકમ ઝીલવા ખડે પગે નેકરે હાજર હેય, તે પણ એના મનમાં ચકડોળે ફરતી હોય છે, એના મગજમાં પાર વગરના ઉધામાં ફરતા હેય છે અને એના વિચારમાં અનેક આર્તધ્યાનના તરંગો ઘર કરી , જામી પડેલા હોય છે અને તમે એને સુખી ન કહી શકો. સુખ એ તે જુદી ચીજ છે. એ સારા ખાણામાં નથી કે દેવી વૈભવમાં નથી, રૂપવાન સુંદરીમાં નથી કે મોટા વેપારની ધમાલમાં નથી, નાચનખરામાં નથી કે હવેલીનાં ઉપસ્કરમાં નથી. એ ક્યાંથી મળે છે તે શોધ કરવા જેવી વાત છે, બાકી સો વર્ષનું પૂરું આઉખું હોય, પણ જીવન ચાલુ પ્રકારનું હાય, વ્યવહાર લક્ષ્મી હેય, ચાલુ વર્તુળમાં મર્યાદિત હોય તો તેમાં ગમે તેટલાં વર્ષનું જીવન હોય, પણ સર્વ પરપોટા છે, મનનાં મનામણું છે, પાયા વગરની ઇમારત છે, અર્થ વગરનાં ધકેલા છે. એ માર્ગે જીવનની સફળતા નથી. ધર્મકુશળ મેનુષ્ય એવા જીવનની અપેક્ષા કરે નહિ, એવા જીવનની સ્પૃહા કરે નહિ, એ જીવનમાં ઇતિક્તવ્યતા કે સતિષ અનુભવે નહિ.
રાd ગોર શરઢ
.