________________
[ ૧૮ ]
ધર્મ કોશલ્ય
ચાલુ છે. શહેરવાળાને કદાચ ૨૦ વર્ષ બચે, કાણું કે એના દેડતા જીવનમાં વીજળી ગેસના પ્રકાશથી થોડું કામ થાય છે. . બાકી રહેલાં ૫૦ કે ૭૦ વર્ષમાંથી બાળપણના પચીશ અને ઘડપણને પચીશ નીકળી જાય. તેનાં સાડાબાર સાડાબાર રાતમાં ગણાઈ ગયા એટલે બાકી ૨૫ વર્ષ રહ્યાં. શહેરમાં વર્ષ ચેડાં વધારે ગણાય તે ઘસારામાં ચાલ્યા જાય. હવે આ ચેડાં વર્ષ રહ્યાં, તેમાં વ્યાધિઓને પાર નહિ, શરીરનાં ઠેકાણું નહિ, વેપારધંધાની ખેટનો હિસાબ નહિ, યુવતીઓનાં આકર્ષણેને પાર નહિ, તેમાં પાછા પડતાં કકળાટને પાર નહિ, શેઠીઆઓને તિરસ્કાર, મિત્રોના દ્રોહ, જ્ઞાતિજનોનાં અવર્ણવાદ, સગાંસંબંધીને વેધવચકા, બેટા આળપંપાળના આંચકા, ઓળખાણવાળાઓ તરફની નિંદા અને આજીવિકા માટેની દોડાદોડીઓ, ધન હેય તે તેના સંરક્ષણના ઉજાગરા, ન હોય તે નથી તેના વલોપાતા, નોકરી હોય તે એશિયાળાપણું, નેકરી ન હોય તે નિભાવ કરવાના ફાંફાં, અપમાનના ઓરતા અને પાછા પડતાં થતા ક્ષે અને હાલતાં ચાલતાં વર્તમાન અને ભાવીની ચિંતા અને આવા આવા વિરોધા ભાસમાં બાકીન કાળ જાય છે. એમાં સુખ શું ? અને ક્યાંથી હોય ? અને કોને હેાય? એ તો દુનિયાની અને જીવનની જંજાળમાં જરા સગવડ મળે કે જરા આરામ મળે એટલે માણસ ખાલી સુખના ઘરડકી લે; બાકી એમાં વસ્તુતઃ સુખ જેવું કાંઈ છે જ નહિ છે અને કદાચ બાગબગીચા, ગાડીવાડી કે ખાવા પીવાનું મળ્યું તે પણ તેમાં સુખ શું છે ? સુખ જેવું પણ શું છે ? ખાધું અને જીભે સ્વાદ લાગે, ન લાગે ત્યાં તે પેટમાં ઊતરી જાય. એમાં સુખને આસ્વાદ શું આવે? અને એવી માન્યતાનું સુખ પણ, કેટલું કશે તેની ખાતરી છે અને થોડા માન્યતાના સુખ પોછળ દીધું કાળે દુઃખ આવે, મોજ માણતાં નામ ન લેવાય તેવાં દરદ થઈ આવે
:
-