________________
ધર્મ કૌશલ્ય [૧૧] તકલીફને પાર નહિ. વેપાર ધે, નેકરી, હુકમ, ડચકારા અને નિઃસાસામાંથી પાર ઊતરી માણસ ઘરબાર માંડે, જરા પગભર થાય અને કુટુંબકબિલાવાળો થાય, નાતજાતમાં નામના મેળવે, છોકરાં સારે ઘેર વરે એવી સ્થિતિમાં આવતે જાય, ત્યાં માથામાં રૂપેરી બાલ વધવા માંડે, બે ચાર દેખાય ત્યાંસુધી તે એને સુખનાં બાલ ગણે, પણ ત્યાં તે વાત વધવા માંડે અને થોડા વખતમાં દાઢી મૂછ અને માથું કાબરચિતરે થઈ જાય, અને પછી તે આંખે બેંતાળા, દાંતમાં કેહવાટ, કાનમાં બહેરાશ આવતી જાય. પછી તે વાયુનું જોર, મ કફ શ્વાસ, ચાલવામાં ઢીલાશ અને અતે ઉમરે પણ ડુંગરે થઈ જાય અને પાદર પરદેશ થતા જાય.
આ ઘડપણ તે ખરેખર મૃત્યુની બહેન જેવું છે. એ ધીમા આંચકાથી આવતું અને માણસને પરવશ બનાવી દેતું ઘડપણ ભારે ત્રાસ આપનાર નીવડે છે. એમાં ઘરના માણસોને પ્રેમ ઘટતો જાય છે, પરાધીનતા વધતી જાય છે અને કરતા મરવાને વાંકે જીવવાનું થાય છે, ત્યારે જુવાનીના અત્યાચારો યાદ આવે છે. ખાવાનું ઘણું મન થાય અને કઈ બનાવી આપે નહિ, બનાવે તો પચે નહિ. દરરોજ વૈધને ત્યાં આંટા ખાવા પોસાય નહિ અને ઉત્તરોત્તર માનસિક વ્યથા વધતી જાય છે અને માનસિક શક્તિ ક્ષીણ થતી જાય છે. એમાં વળી પક્ષઘાત કે દમ થાય તે તો જીવતે મરવા જેવું થાય છે. અને “ડોસો મરતો નથી અને માંચડે મૂકતો નથી.” એ ઘરની દશા થાય છે. .
આમાં ક્યાં સુખ છે ? અને શું સુખ છે ? અને આ બધા ધમધમાટ અને દમદમાટ કોમ ઉપર છે ? અને કેટલા વખત માટે છે ? આંખ ઉઘાડીને બીજાને નીહાળવામાં આવે તે દિવા જેવું દેખાય તેમ છે, પણ આને તે સમજવું નથી, સમજવા જેવું હોય ત્યાં