________________
મુંબઈ પાંજરાપોળ શેઠ મોતીશાહના બે અમર કાર્યોમાંનું એક કાર્ય શ્રી મુંબઈની પાંજરાપોળનું છે. જેના હૃદયમાં અહિંસાની ભાવના ગળથૂથીથી પોષાયેલી હોય છે અને તેમાં પણ એ ભાવનાને વિશિષ્ટ રીતે અમલ કરનાર ખરેખર અમર થવાને ચગ્ય છે એમ લાગ્યા વગર રહે તેમ નથી. મુંબઈની એ અતિ વિશાળ અને મોભાદાર સંસ્થાને ઈતિહાસ અત્ર રજૂ કરો પ્રસ્તુત છે. એ પાંજરાપોળના સ્થાપક શેઠ મેતીશાહ હાઈ, એના ઈતિહાસ સાથે શેઠશ્રીનો ઈતિહાસ સ્વાભાવિક રીતે જ વ્યક્ત થઈ જશે. અત્ર તેને મુખતેસર ઈતિહાસ જોઈ જઈએ. એને લગતા કઈ અગત્યના કાગળ કે દસ્તાવેજો મળી આવશે તે તેને પરિશિષ્ટમાં સ્થાન આપવામાં આવશે.
હકીકત એમ બની જણાય છે કે સને ૧૮૩૨ (સંવત ૧૮૮૮) ની શરૂઆતમાં મુંબઈ શહેરમાં કૂતરાંને ખૂબ ત્રાસ હતો. એમાં કોઈ કૂતરાંઓ હડકાયાં પણ છે અને તેને ચેપ માણસને લાગે છે એવી માન્યતાને પરિણામે સરકારે કૂતરાંને મારી નાખવાનો હુકમ કર્યો. એ હુકમને પરિણામે દરરોજ