________________
નામાંકિત નાગરિક 'એ સર્વ વહાણોમે ભાગે મુંબઈમાં જ અથવા તેની આસપાસ માં જ બનતાં અને ડાં હિંદમાં તૈયાર થતાં હતાં. આ વહાણ બાંધવાને અને ચલાવવાને ઉદ્યોગ દેશી ભાઈઓના હાથમાંથી સરી ગયે અને સ્ટીમરો થતાં પરદેશીઓના હાથમાં ચાલ્યા ગયે. અત્યારે નાનાં વહાણે હજુ ચાલે છે, પણ ધંધા તરીકે તે આપણે માટે મોટે ભાગે ખલાસ થઈ ગયે એમ કહીએ તો તેમાં જરા પણ અતિશક્તિ લાગશે નહિ.
મુસાફરીને અંગે એમ લાગે છે કે-શેઠ મોતીશાહના સમય સુધીમાં બહુ જ જુજ હિંદુઓ વિલાયત ગયા હતા. મળેલી નોંધ પ્રમાણે સં. ૧૮૮૬ માં માત્ર રાજા રામમોહનરાય વિલાચત ગયા હતા. અને ત્રણ વર્ષ બાદ તે વિલાયતમાં જ મરણ પામ્યા. આ ઉપરાંત અન્ય કઈ જાણતે હિંદુ વિલાયત ગયેલ નહે. શ્રી મહીપતરામ રૂપરામ અને કરસનદાસ મૂળજીને યુગ હજુ થોડા વર્ષ પછી આવવાનું હતું, પણ ત્યાં તે સદી બદલાઈ જાય છે.