________________
શેઠ મેતીશાહ વહાણવટીના ધંધાના એક પ્રસંગને પરિણામે સિદ્ધગિરિ પર ભવ્ય ટૂંકનાં મંડાણ મંડાયા હોય તે તે વાત કલ્પનાને ખાસ ઉત્તેજે છે અને વ્યાપારી સાહસિકની ઉદારતાની શાહદત પૂરી પાડે છે. શેઠ મોતીશાહની અવિચળ શ્રદ્ધાના બીજા અનેક પ્રસંગો નેંધાયેલા છે તે આગળ ઉપર જોવામાં આવશે. | વહાણવટીને ધંધે તે વખતે અગત્યને ગણતે હતે. હિંદ સાથે અને હિંદને પરદેશ સાથે વ્યવહાર જળમાર્ગે વહાણ દ્વારા ચાલતા હતા. એ બંધ હિંદીઓના હાથમાં જ હતે એમ તે વખતના આગેવાન વેપારી–વહાણવટીઓની નામાવલી પરથી જણાય છે. વહાણવટીના ધંધામાં નોંધાચેલાં નામોમાં ભીમજી રામ શેઠ, પાંડુ શેઠ શિવાજી, આશારામ વૈનક, મોતીચંદ રૂગનાથદાસ, પ્રેમચંદ કરમચંદ, નરશીદાસ પરશેતમદાસ, વીજલાલ હોરમસજીની કું, શા. ઝવેરચંદ ખુશાલ, શા. કરસનદાસ માણેકચંદ, શા. અમરચંદ ખીમચંદ દમણ આદિનાં નામે નેંધાયેલાં છે તે જોતાં જેને એ ધંધામાં સારે ફાળે હશે એમ જરૂર લાગે છે. પારસીઓ પૈકી વાડીઆ અને પીટીટ કુટુંબની આગળ જતાં હકીકત આવશે. તેમણે પણ એ ધંધાને સારો ખીલવ્યું હોય એમ જણાય છે.
આશ્ચર્યની વાત એ છે કે–કુલ વહાણવટું આંગણું સમી સદીમાં હિંદીઓના હાથમાં હતું તે વીસમી સદીમાં ધીમે ધીમે ઓસરતું ગયું અને અંતે એવી સ્થિતિ આવી કે અત્યારે કેઈને એમ કહીએ કે વહાણવટું અમારું જ હતું તે તે માનવા પણ સાફ ના પાડે. ખૂબીની વાત એ છે કે