________________
નામાંકિત નાગરિક હાથ સારી રીતે બેસી ગયું હતું અને તેમાંથી કમાણ પણ તેમણે એટલી સારી કરી હતી કે–પાંચ વર્ષનાં અરસામાં તે તેઓ મુંબઈને એક આગેવાન શાહ સોદાગર થઈ ગયા, નાતજાતમાં તેમનું અગ્રસ્થાન થઈ પડયું અને મુંબઈના આગેવાન વેપારીઓની હરોળમાં તે બિરાજવા લાગ્યા.
એમના જીવનને પરિચય ધરાવનાર શેઠ મોતીશાહની વ્યાપારની કુનેહ માટે ખૂબ તારીફ કરે છે. માત્ર વીશ વર્ષના અરસામાં તેમણે જે ધનપ્રાપ્તિ કરી, અઢળક ખર્ચ કર્યો અને મેટી સંસ્થાઓ શરૂ કરી તે સર્વ વિચારતાં તેઓમાં મોટા વ્યાપારીને છાજે તેવા ગુણે જરૂર હશે તે સમજી શકાય છે. દીર્ધદષ્ટિ, ગણતરી, સદ્વર્તન અને સાહસ એ ફતેહમંદ વ્યાપારી માટે અનિવાર્ય છે. તે સર્વ શેઠ મોતીશાહમાં હતા તે તેમના અનેકવિધ જીવનમાં વણાયેલા માલૂમ પડે છે.
એમ જણાય છે કે વ્યાપારની સાહસિકતા સાથે શેઠ મતીશાહની ધમશ્રદ્ધા અચળ હતી, તેમનામાં ધર્મપ્રેમ નૈસર્ગિક હતા અને તેમનું ઔદાર્ય અપરિમેય હતું. એમ કહેવાય છે કે–તેઓએ એક વખતની સ્ટીમરની સફરને અંગે સરકાર સાથે કાંઈ ખટપટ થતાં તે સફરની કુલ આવક સિદ્ધાચળ ઉપર ખર્ચવા સંકલ્પ કર્યો હતો અને તે એક જ સફરમાં ૧૩ લાખ રૂપીઆની રકમની તેમને પ્રાપ્તિ થઈ. એ વાતની સત્યતા પર છેવટને મત આપી શકાય તેમ નથી, પણ તે ગમે તેમ છે, પરંતુ એ વાત પરથી શેઠ મોતીશાહનો ધર્મપ્રેમ તે ખૂબ દઢ જણાય છે. તેના બીજા દાખલા આપણે આગળ જે ઈશું.