________________
૫૦
નામાંક્તિ નાગરિક સેંકડો કૂતરાંને મારી નાખવામાં આવતાં હતાં, અને તેની સંખ્યા એટલી મોટી થતી ચાલી કે પછી તે કૂતરાનાં શબેના ઢગલા થવા લાગ્યા. હિંદુઓની લાગણ એવા કૃત્યથી દુઃખાય તે તે સ્વાભાવિક છે, પણ ઘણું દયાળુ પારસીઓની લાગણી પણ આ બનાવથી ખૂબ ઉશ્કેરાણી, છતાં કૂતરાંઓને મારી નાખવાનું કામ ચાલુ રહ્યું.
અંતે દયાળુ માણસેની લાગણી મર્યાદામાં રહી ન શકી. દિલને આઘાત વ્યક્તિ સ્વરૂપે બહાર પડ્યો અને તેને પરિણામે તા. ૭મી જુન ૧૮૩૨ (વૈશાખ-જેઠ સંવત ૧૮૮૮)ના રોજ મુંબઈ શહેરમાં મેટું હુલ્લડ થયું. સરકારે લશ્કરને બોલાવી એ હુલ્લડને દબાવી દીધું, અને ત્યાર પછી મોટા પાયા પર હુલ્લડ કરનારાઓની પકડાપકડી ચાલી. તેમાં અનેક હિંદુઓ તથા પારસીઓ પકડાઈ ગયા. પકડાયેલા લોકોમાંથી કેટલાક જામીન પર છૂટ્યા, પણ ઘણાખરાને તે કેર્ટની તપાસ પહેલાં ચાર માસ સુધી કાચી જેલમાં રહેવું પડયું. સરકારની સુપ્રિમોર્ટમાં
ન. જસ્ટીસ હર્બર્ટ કેપ્ટન પાસે તેવા ગુન્હા કરનારાઓની તપાસ ચાલી. તેને પરિણામે દશ આસામી તકસીરવાર ઠર્યા અને તેમને એકથી અઢાર માસની આસન કેદની સજા થઈ તેઓ પૈકી બેને રૂ. ૨૨૦૦) દંડ થયે અને આઠ તકસીરવાર પાસેથી રૂા. ૪૦૦થી એક હજાર સુધીના સુલેહ રાખવાના જામીન લેવાયા. ધરપકડ તે ઘણાની થઈ હતી, પણ બાકીનાઓ સામે પૂરત પુરાવો ન પડવાથી, તેઓને ચેતવણી આપી છોડી મૂકવામાં આવ્યા.