________________
શેઠ મોતીશાહ
૪૧.
વહાણવટાને વિગેરે હતા, જેની કેટલીક વિગતે તે સમયના વેપારીઓના વર્ણનમાં આગળ ઉપર આવશે. એમ જણાય છે કે-૩, કાપડ અને શરાફીને આ વેપાર લગભગ હિંદુઓનાં હાથમાં હતું. ઝવેરાતના વેપારમાં માત્ર હિંદુઓ જ હતા અને હિંદુઓ અને જેનો જરા પણ જુદા નહતા. જેનેને રીતરિવાજ અને સગપણ સંબંધ હિંદુઓ સાથે એવા ઓતપ્રેત થઈ ગયા હતા કે જેને જુદા હોય એવો ખ્યાલ પણ આવતે નહોતે. માત્ર મંદિર અને તહેવારે જુદા પડતાં, પણ એ સંબંધમાં લોકમાં વિચારભિન્નતા નહોતી. અરસપરસ સહચાર એટલે બધો હતો કે–એ બને જૂદા હેઈ શકે એ ભાસ પણ થતું નહતો. જેને હિંદુઓનાં પર્વમાં ભાગ લેતા અને જેનેના મોટા વરાડા, મેળાવડા હોય તેની ઉજવણીમાં હિંદુઓ હોંશથી ભાગ લેતા હતા.