________________
(૭) શેઠ મેતીશાહનો વિકાસ–વહાણવટું સંવત ૧૮૭૦ માં શેઠ મોતીચંદ અમીચંદ સારા ભર્યાભાદર્યા કુટુંબમાં તદ્દન એકલા થઈ ગયા અને ભરયુવાન વયમાં આખા કુટુંબને ભાર તેમના માથા પર આવી પડ્યો. તેમના પિતાના નામ પર હજુ દેવું પણ હતું અને જે કે તે વખતના કાયદા પ્રમાણે તે દેવું પિતાની જાતકમાણમાંથી આપવા તે બંધાયેલા નહોતા, છતાં એમને પિતૃઋણ ચૂકવવાને દઢ નિશ્ચય હતો એટલે એમણે અમીચંદ સાકરચંદના નામને વહીવટ ચાલુ રાખ્યો અને વ્યાપારના નવાનવા રસ્તા શોધવા માંડ્યા.
તે વખતના ધંધાઓમાં વહાણવટીને ધંધો ધીકતો ચાલવા લાગ્યું હતું. પિતાનાં ઘરનાં વહાણ બાંધીને નૂર (freight) રળવા માટે દરિયામાં મોકલવાને એક પ્રકાર હતું અને બીજું પિતાનાં વહાણેમાં જુદાં જુદાં કરિયાણાં ભરી તેને દૂર દેશ મેક્લવાને વેપાર પણ સારો ચાલતું હતું. તે વખતે બગદાદ, માડાગાસ્કર, મઝાંબિક સાથે પણ વેપાર ચાલતો, પણ સર્વથી મોટા વેપાર ચીન સાથે ચાલતો હતો. ચીનમાં હિંદથી અનેક ચીજ મોકલવામાં આવતી હતી અને બદલામાં ત્યાંથી સોનું કે ડું પાછું લાવવામાં આવતું હતું. ખાસ કરીને અફીણની