________________
શેઠ મોતીશાહ
(ગુલાબબાઈ) અને પુત્ર ખીમચંદ રહ્યા. મુંબઈને ગવર્નર તે વખતે સર ઇવેન નેપીઅર હતે (ઈ. સ. ૧૮૧૨-૧૯). વડે સરસૂબો (ગવર્નર-જનરલ) માઠિવસ ઑફ હેસ્ટીંગ્સ(૧૮૧૩-૨૩ ઈ. સ.) હતે. અંગ્રેજ સરકારનું રાજ્ય હજુ થતું આવતું હતું. એની જડ ઊંડી પેસતી જતી હતી, પણ હજુ એણે હિંદમાં સાર્વભૌમત્વ પ્રાપ્ત કર્યું નહતું. પ્રબળ મરાઠા રાજ સીંધીઆ, ભેંસલે, હોલ્કર, ગાયકવાડ, પેશ્વા વિગેરે હજુ સ્વતંત્ર હતા અને શીખ, ગુરખા કે પઠાણ પર સરકારની આણ વર્તતી નહોતી.
એ વખતે મુંબઈને વેપાર જામતો જાતે હતે. વ્યાપારીઓ અનેક જાતના વેપાર કરવા દેશમાંથી મુંબઈ આવતા હતા. મુંબઈ આવનાર તે સમયે ખરા સાહસિક ગણુતા હતા. તેઓ દેશમાંથી મુંબઈ વિદાય થાય ત્યારે તેમને વળાવવા સેંકડો માણસ જતા હતા. મુંબઈ ઘણુંખરા દરિયા રસ્તે આવતા હતા. એ જમાનામાં રેલવે નહોતી. મુંબઈ આવી પોતાના નસીબ પ્રમાણે ધન કમાતા હતા. ધન કમાઈને પાછા દેશમાં જવાની ઘણુંખરાની ઈચ્છા રહેતી હતી એટલે મુંબઈને પોતાનું વતન માનનાર બહુ ઓછા હતા. હિંદુ વ્યાપારીઓનું મુંબઈમાં વસવાનું તો સંવત્ ૧૭૦૦ થી શરૂ થયું જણાય છે; પણ આપણે જે સમયની વાત કરીએ છીએ તે અરસામાં નીચે જણાવેલા વ્યાપારીઓએ મુંબઈમાં વ્યાપાર શરૂ કરી વસવાટ આદર્યો હોય એમ નોંધાયેલું છે. સંવત ૧૭૪૮ માં શારૂપજી ધનજી. શેઠ મંગળદાસ નથુભાઈના
વડવા, દીવથી.